ETV Bharat / state

બાબેન તળાવમાં 31 ઓક્ટોબરથી સરદાર પટેલની પ્રતિમા પાસે 24 કલાક ત્રિરંગો ફરકાવાશે

સુરતમાં બારડોલી તાલુકાના બાબેન ગામના તળાવમાં 100 ફૂટ ઊંચા ધ્વજ સ્તંભ પર હવે 24 કલાક ભારતનો ત્રિરંગો ફરકાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે શનિવારે કરવામાં આવશે. જોકે આ ધ્વજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે ફરકાવવામાં આવશે.

author img

By

Published : Oct 30, 2020, 8:47 PM IST

બાબેન તળાવમાં 31 ઓક્ટોબરથી સરદાર પટેલની પ્રતિમા પાસે ત્રિરંગો 24 કલાક ફરકાવાશે

  • બાબેન ગામના તળાવમાં 24 કલાક ત્રિરંગો ફરકાવાશે
  • તળાવમાં સરદારની પ્રતિમા પાસે છે 100 ફૂટ ઊંચો ધ્વજ
  • ગ્રામ પંચાયતે 100 ફૂટ ઊંચો સ્તંભ ઊભો કર્યો

બારડોલીઃ બારડોલી તાલુકાના બાબેન ગામના તળાવમાં સરદાર વલ્લભભાઈ પટેલની 30 ફૂટ ઊંચી પ્રતિમા છે. આ પ્રતિમાની સાથે હવે 24 કલાક ત્રિરંગો ફરકાવેલો જોવા મળશે. ગ્રામ પંચાયત દ્વારા 100 ફૂટ ઊંચો સ્તંભ પણ ઊભો કરવામાં આવ્યો છે, જેના પર 31 ઓક્ટોબરે ધ્વજારોહણ કરવામાં આવશે. સ્વર્ણિમ ગ્રામ બાબેનમાં અનેકવિધ સુવિધા અને સ્મારકો બની રહ્યા છે. સૌપ્રથમ ગામના પાદરે તળાવની વચ્ચોવચ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિકૃતિ રૂપે 30 ફૂટ ઊંચી સરદાર પટેલની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી, જેનું તાત્કાલીન મુખ્યપ્રધાન આનંદી પટેલે અનાવરણ કર્યું હતું.

31 ઓક્ટોબરે કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમાર કરશે ઉદ્ઘાટન

આ જ ઐતિહાસિક મૂર્તિની સાથે રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો 24 કલાક ફરકાવેલો જોવા મળશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા મૂર્તિની પાછળની બાજુ 100 ફૂટ ઊંચો ધ્વજ સ્તંભ ઊભો કરવામાં આવ્યો છે. ગામના ઉપસરપંચ ભાવેશ પટેલે જણાવ્યું કે, તળાવમાં 100 ફૂટ ઊંચો ધ્વજ સ્તંભ ઊભો કરવો ખૂબ જ કપરું કામ હતું. ક્રેન તળાવમાં જઈ શકે એમ ન હોવાથી માણસો મારફતે જ આખો સ્તંભ ઊભો કરવામાં આવ્યો છે. આ ધ્વજ સ્તંભનું 31 ઓક્ટોબરે સરદાર જયંતી નિમિત્તે બાબેન ગામના અને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સ્તંભ પર 24 કલાક રાષ્ટ્રીય ધ્વજ લહેરાતો રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.