સુરત શહેરમાં વસતા ઉત્તર ભારતીય સમાજનું મોટુ પર્વ એટલે છઠપૂજા (Chhath Puja festival) . શહેરમાં વિવિધ નદી અને તળાવ કિનારે ધામધૂમ પૂર્વક છઠપૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે. પૂજા માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.
અસ્ત થતા સૂર્યની પૂજા પૂર્વતર રાજ્યમાં ભારે ઉત્સાહપૂર્વક છઠ પૂજા (Chhath Puja festival) ઉત્સવ મનાવવામાં આવે છે. ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વસતા બિહારી ઝારખંડ અને પૂર્વોત્તર રાજ્યના લોકો આજે ધામધૂપ પૂર્વક છઠપૂજાનો ઉત્સવ ઉજવી રહ્યા છે. લાભ પાચમની રાત્રે ભોજન કર્યા બાદ ઉપવાસ રાખી નદીમાં સ્નાન કરી છઠ્ઠના રોજ સાંજે અસ્ત તથા સૂર્યને અર્ધ અર્પણ કરવામાં આવે છે બીજા દિવસે સાતમે ઉગતા સૂર્યને અર્ધ અર્પણ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, અસ્ત થતા સૂર્યની પૂજા કરવામાં આવતી નથી પરંતુ ફક્ત ઉત્તર પૂર્વતર રાજ્યના લોકો આ પૂજા કરે છે. આ પૂજા કર્યા બાદ તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે.
29 વર્ષથી છઠ પૂજા સુરતમાં વર્ષોથી કોઝવે ડીંડોલી સચિન પાંડેસરા વિસ્તારમાં છઠ પૂજા (Chhath Puja festival)માટે ડેરીઓ બનાવવામાં આવે છે. કોરોના મહામારીને કારણે બે વર્ષ ભેળા સામૂહિક ઉજવણી થઈ શકી ન હતી. પરંતુ આ વર્ષે ભવ્ય આયોજન કરી પરંપરાગત ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં આવી વસેલા બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશ તહેવાર નિમિત્તે પરંપરાગત ઉજવણી માટે સતત 29 વર્ષથી બિહાર વિકાસ મંડળ દ્વારા તાપી કિનારે છઠ પૂજાની વ્યવસ્થા કરવામાં આવે છે. કાર્યક્રમમાં લાખો લોકો ભેગા થાય છે.આગળના દિવસોમાં આ છઠપૂજા તરફ આખો દેશ આ છઠપૂજા ના તહેવારને ઉજવશે.
ખુબ જ આસ્થા એક શ્રદ્ધાળુ કહ્યું કે હું ઉત્તર પ્રદેશના ગોરખપુર નો રહેવાસી છું. છેલ્લા ચાર વર્ષથી સુરતમાં રહું છું. મને છઠ પૂજામાં ખુબ જ આસ્થા છે. આજ સુધી મારી તમામ ઈચ્છાઓ છઠપૂજાના કારણે પુરી થઇ છે. મારું માનવું છે કે આગળના દિવસોમાં આ છઠપૂજા તરફ આખો દેશ આ છઠપૂજા ના તહેવારને ઉજવશે. તે ઉપરાંત અમેરિકા, બ્રિટન, લંડન, માં આ પૂજાને લઈને લોકોમાં ખૂબ જ આસ્થા છે. ત્યાં પણ આપણી માતાઓ નો આ પૂજા કરતી હોય છે. એટલેકે આગળના દિવસોમાં છઠનો તહેવાર પરંતુ આખા વિશ્વમાં છઠનો તહેવાર ઉજવાશે એવું મને લાગી રહ્યું છે.
છઠ પૂજાનું મહત્વ સૂર્યાસ્ત અને સૂર્યઉદય બંને વખત પૂજા કરવામાં આવે છે.છઠ પૂજાનું મહત્વ જોવા જઈએ તો આજ સુધી એમ માનવામાં આવે છે `કે, લોકો સૂર્યદેવ જયારે તેઓ ઉગે છે ત્યારે તેમની પૂજા કરવામાં આવે છે પરંતુ આ છઠ પૂજા એવો તહેવાર છે જેમાં સૂર્યાસ્ત અને સૂર્યઉદય બંને વખત પૂજા કરવામાં આવે છે. સૂર્યઅસ્ત પણ અને સૂર્ય ઉદય બંને આપણા માટે ખૂબ જ મહત્વનું છે. કારણ કે સૂર્ય આખા વિશ્વને પ્રકાશ આપે છે.