ETV Bharat / state

વાંકલના લોકોએ બેફામ ચાલી રહેલા ડમ્પર્સ પર પ્રતિબંધ મૂકવા કરી હતી માગ - Surat Accident news

સુરતમાં મંગળવારે વહેલી સવારે એક ડમ્પર ચાલકે રોડની સાઇડ પર સૂતેલા શ્રમજીવીઓ ઉપર ડમ્પર ચઢાવી દીધું હતું. આ ઘટનામાં 15 શ્રમજીવીઓના મોત થયા હતા. આ ઘટના ઘટે તે પહેલા જ આજુબાજુના જાગૃત નાગરિકોએ વિસ્તારમાં યમદૂત બનીને ફરી રહેલા ભારે વાહનો પર કાબૂ મેળવવા તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી, આ રજૂઆત અંગે કોઇ કાર્યવાહી નહીં થતા 15 લોકોને જીવ ગુમાવવાો પડ્યો છે.

Surat Accident news
Surat Accident news
author img

By

Published : Jan 19, 2021, 3:24 PM IST

  • વાંકલ ગામના યંગસ્ટર્સ ગૃપ દ્વારા કરવામાં આવી હતી રજૂઆત
  • ભારે વાહનોની વધુ અવરજવર અકસ્માત સર્જશે તેવી આશંકા વ્યક્ત કરાય હતી
  • વિસ્તારમાં ક્વોરી અને બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વાહનો બેફામ દોડે છે

સુરત : માંગરોળ તાલુકાના પાલોદ ગામે કીમ માંડવી રોડ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક સાથે 15 લોકોના મોતને પગલે સમગ્ર જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે. ત્યારે થોડા દિવસ અગાઉ જ નજીકના ગ્રામજનોએ રોડ પરથી પૂરઝડપે પસાર થતા વાહનોની ગતિ પર અંકુશ લગાવવા માટે તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ તેના પર કોઈ ધ્યાન આપવામાં નહીં આવતા આ કરૂણ દુર્ઘટના સર્જાઇ હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર કીમ વિસ્તારમાં આવેલા વાંકલ ગામના યંગસ્ટર ગૃપ દ્વારા વિસ્તારમાં બેફામ રીતે દોડી રહેલા ભારે વાહનો પર નિયંત્રણ મૂકવા થોડા દિવસ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી.

Surat Accident news
વાંકલના લોકોએ બેફામ ચાલી રહેલા ડમ્પર્સ પર પ્રતિબંધ મૂકવા કરી હતી માગ

ભારે વાહનોની અવરજવરને કારણે લોકોના જીવને જોખમ

આ રજૂઆતમાં જણાવવામાં આવ્યુ હતું કે, ગત પંદરેક દિવસથી વાંકલ ગામ અને આજુબાજુના વિસ્તારોમાં છાશવારે અકસ્માતના બનાવો બની રહ્યા છે. આ વિસ્તારમાં ક્વોરી ઉદ્યોગ, બાંધકામ ઉદ્યોગ તેમજ અન્ય કારખાના આવેલા હોય આ માર્ગો પર મોટા અને ભારે વાહનોની અવરજવર વધુ રહે છે. ખાસ કરીને વાંકલ બજારમાં પણ આવા મોટા વાહનો પૂરઝડપે જઇ રહ્યા હોય લોકોને જીવનું જોખમ રહે છે.

અવરજવર પર પ્રતિબંધ મૂકવા કરી હતી માગ

બજારમાં જ અનેક સંસ્થા અને શાળા કોલેજો તેમજ બેંક સહિતની કચેરીઓ આવેલી હોવાથી લોકોની અવરજવર પણ વધુ રહે છે. જે કારણે ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી હતી.

મુખ્ય માર્ગો પર બેરિકેટ્સ મૂકી ગતિ નિયંત્રણ કરવા માટે પણ કરાઇ હતી રજૂઆત

આ ગૃપ દ્વારા બેફામ રીતે વાહન ચલાવતા ટ્રક ડ્રાઈવર્સ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્ય રસ્તાઓ પર બેરિકેટ્સ મૂકી વાહનોની ગતિ ઘટાડવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.

જાણો શું છે સમગ્ર ઘટના?

સુરતના માંડવી રોડ પર કાળમુખા ડમ્પરે ફૂટપાથ પર સુતેલા મજૂરોને કચડયા, 15 મજૂરોના મોત

માંગરોળ તાલુકાના પાલોદ ગામ નજીક બેકાબુ બનેલું ડમ્પર રોડની બાજુમાં ફૂટપાથ પર સુતેલા શ્રમજીવી પરિવારના સભ્યો પર ફરી વળતા 12 મજૂરોના સ્થળ પર અને 3 મજૂરોના હોસ્પિટલમાં કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે ઘાયલ 5 મજૂરો હાલ સારવાર હેઠળ છે.

સુરતમાં ગોઝારો અકસ્માતઃ બેદરકાર ડમ્પર ચાલકે 15 શ્રમિકોને કચડ્યા, મૃતકના પરિજનોને 2 લાખની સહાય

સુરતમાં મંગળવારે વહેલી સવારે એક ડમ્પર ચાલકે રોડની સાઇડ પર સૂતેલા શ્રમજીવીઓ ઉપર ડમ્પર ચઢાવી દીધું હતું. આ ઘટનામાં 15 શ્રમજીવીઓના મોત નીપજ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાની નોંધ લીધી હતી. આ સાથે જ વડાપ્રધાને મૃતક શ્રમજીવીઓના પરિવારજનોને રૂ. 2 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય કરવાની જાહેરાત પણ કરી હતી. આ સમગ્ર સહાય પ્રાઈમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડમાંથી આપવામાં આવશે. વડાપ્રધાને કરેલી જાહેરાત અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાણ કરી હતી.

Exclusive: મધરાતે મૃતદેહોના ઢગ ખડકાયાં, ડમ્પર ચાલકે કહ્યું-' મારી ભૂલ..'

સુરતમાં બનેલી ઘટેલી રોડ અકસ્માતની ઘટનામાં 15 મજૂરોએ પોતાના જીવ ગૂમાવ્યાં છે. ડમ્પર ચાલકની ભૂલને કારણે આખો પરિવાર વેર વિખેર થઈ ગયો છે. ત્યારે Etv Bharat એ ડમ્પર ચાલક અને મૃતકોના સગા સંબંધીઓ સાથે વાતચીત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.