સુરત: સામાન્ય સંજોગોમાં બિલાડીના રડવાના અવાજને અપશુકન (Teasing of girl in Surat )ગણવામાં આવે છે, પરંતુ 13 વર્ષની બાળકી તેના કારણે જ બચી ગઈ હતી. નરાધમ બાળકી સાથે (Surat Sachin GIDC area)કોઈ અપ્રિય ઘટના કરે તે પહેલા જ પરિવારના સભ્યો પહોંચી ગયા હતા. બિલાડીનો અવાજ સાંભળી માતા ઉઠી ગઈ હતી અને એક બાળકીને શોધતા તે આરોપી સુધી પહોંચી ગઈ હતી.
દીકરી ગાયબ હતી - સચિન જીઆઇડીસીમાં ધાબા પર સૂતેલી કિશોરી માસીની દીકરી માટે ઘરમાં પાણી લેવા ગઇ ત્યારે એક હેવાને પાણીના પ્લાન્ટમાં ખેંચી જઇ બિભત્સ હરકત કરી હતી. જોકે મહત્વની વાત એ છે કે બિલાડીના રડવાના અવાજને આ( Sound of the cat )અપશુકન ગણવામાં આવે છે. પરંતુ 13 વર્ષની બાળકી તેના કારણે જ બચી ગઈ હતી. ઝોન ત્રણના ડીસીપી સાગર બાઘમારેએ જણાવ્યું હતું કે સચિન GIDC વિસ્તારમાં રહેતા યુપી વાસી પરિવારની મહિલા ચાર દિવસ અગાઉ પરિવાર સાથે નજીકમાં રહેતી બહેનના ઘરે જમવા ગઇ હતી. જયાંથી પતિ સંચા ખાતામાં નોકરી પર જવા નીકળી ગયો હતો. મહિલા તેના બે પુત્ર અને પુત્રી તથા બહેનની પુત્રી સાથે પરત ઘરે આવ્યા હતા. રાતે મહિલા પોતાની પુત્રી અને બહેનની પુત્રી સાથે ઘાબા પર સુતેલા હતા. દરમિયાનમાં રાતે 12.30 વાગ્યાના અરસામાં બિલાડીના રડવાનો અવાજ આવતા મહિલા જાગી ગઇ હતી અને તેની બહેનની પુત્રી તો પોતાની બાજુમાં બેઠેલી હતી જયારે પોતાની દીકરી ગાયબ હતી.
આ પણ વાંચોઃ ઘરવાલી અને બહારવાલીની વચ્ચે ફસાયા આ કૉંગ્રેસી નેતા, પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યા અને પછી....
ધાબા પરથી અંદર જઇ દીકરીને બચાવી - પોતાની પુત્રી કયાં છે તેવું પુછતા બહેનની પુત્રીએ કહ્યું હતું કે મારે પાણી પીવું હોવાથી પાણી લેવા ગઇ છે પરંતુ આવી નથી. જેથી મહિલા તુરંત જ ઘરમાં દોડી ગઇ હતી પરંતુ દીકરી ત્યાં પણ નહીં હોવાથી આજુબાજુમાં શોધખોળ કરી હતી. દરમિયાનમાં રહેણાંક ઘર નજીક પાણીના પ્લાન્ટમાંથી દીકરીનો અવાજ આવતો હોવાથી મહિલા ત્યાં દોડી ગઇ હતી અને દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દરવાજો કોઇએ ખોલ્યો ન હતો જેથી મહિલાએ પડોશી દંપતીને જાણ કરી હતી. જે પૈકી શીવસિંગ નામનો વ્યક્તિએ તુરંત જ પાણીના પ્લાન્ટના ધાબા પરથી અંદર જઇ દીકરીને બચાવી હતી અને હવસખોર નરાધમ અમનસીંગને પકડી લીધો હતો.
આ પણ વાંચોઃ હદ સે...! 65 વર્ષના કપાતરની હરકતથી ચાર વિદ્યાર્થિનીઓની આંખમાં ભર બજારે ગંગા નિકળી
બિભત્સ હરકતો કરી - મહિલાએ પૂછપરછ કરતા દીકરીએ જણાવ્યું હતું કે પાણી લેવા ધાબા પરથી નીચે ઉતરી હતી ત્યારે અમનસિંગ ઘરના આંગણામાં ઉભો હતો અને હાથ પકડીને પ્લાન્ટમાં લઇ જઇ નિર્વસ્ત્ર કરી બિભત્સ હરકતો કરી હતી. દીકરીએ પ્રતિકાર કરતા મોઢું દબાવી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે આરોપી અમનસિંગની ઘરપકક કરી પોલીસે પોકસો તેમજ અન્ય કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.