ETV Bharat / state

માતાનું દીકરીના વ્હાલભર્યા શબ્દોથી મનોબળ વધ્યુંઃ કોરોનાને આપી માત - corona update

કોરોના મહામારીમાં ઘણી બધી વસ્તુઓ બદલાઈ છે. જે નથી બદલાયું એ છે લોકોનો સેવાભાવ, લાગણીઓ અને પરિવાર પ્રત્યેનો પ્રેમ. જે વ્યક્તિને દરેક મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ આપે છે. હંમેશા એમ કહેવાય છે કે, ‘માં સે બડા કોઈ યોદ્ધા નહી હોતા’ આ ઉકિતને અનેક જનનીઓએ સાર્થક પણ કરી બતાવી છે. જેનું એક ઉત્તમ ઉદાહરણ, વલસાડ ટ્યુશન-ક્લાસીસના 38 વર્ષીય શિક્ષીકા સ્વપ્નાબહેન સંદિપભાઈ સેઘાવાલા છે.

માતાનું દીકરીના વ્હાલભર્યા શબ્દોથી મનોબળ વધ્યુંઃ કોરોનાને આપી માત

author img

By

Published : May 6, 2021, 12:16 PM IST

  • નવ વર્ષની દીકરી કશ્વીને ઘરે હોમ આઈસોલેશનમાં રાખીને સારવાર શરૂ કરી હતી
  • પરિવારે વલસાડમાં આસપાસની હોસ્પિટલોમાં તપાસ કરતા જગ્યા ન મળી ન હતી
  • 4થી મેના રોજ સ્વપ્નાબહેન કોરોનાને માત આપીને ઘરે હેમખેમ પહોંચ્યા

સુરતઃ વલસાડમાં 9 વર્ષીય પુત્રી અને પતિ સાથે રહેતા સ્વપ્નાબહેને 24 એપ્રિલના રોજ ટોનસીલની સમસ્યા અને તાવ જણાતા કોવિડ-19નો રેપિડ ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. પરિવારના સભ્યોના ટેસ્ટ કરાવતા નવ વર્ષની પુત્રીનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. પછીના દિવસે અચાનક શ્વાસ લેવામાં વધુ તકલીફ થવા લાગી હતી. પરિવારે વલસાડમાં આસપાસની હોસ્પિટલોમાં તપાસ કરતા જગ્યા ન મળી ન હતી.

આ પણ વાંચોઃ અમદાવાદઃ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાને આપી માત, કિડની પર અસર હોવાના કારણે હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ

સ્વપ્નાબહેનને વલસાડથી સુરત એમ્બ્યુલન્સમાં લવાયા હતા

હોસ્પિટલમાં જગ્યા ના મળતા સ્વપ્નાબહેનને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે વલસાડથી સુરત એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હતા. નવ વર્ષની દીકરી કશ્વીને ઘરે હોમ આઈસોલેશનમાં રાખીને સારવાર શરૂ કરી હતી.

માતાનું દીકરીના વ્હાલભર્યા શબ્દોથી મનોબળ વધ્યુંઃ કોરોનાને આપી માત
માતાનું દીકરીના વ્હાલભર્યા શબ્દોથી મનોબળ વધ્યુંઃ કોરોનાને આપી માત

મમ્મી તું ઘરે આવીશ એટલે મારો કોરોના પણ મટી જશે.

સિવિલમાં કોરોનાની નિ:શુલ્ક સારવાર મેળવી સ્વસ્થ થયેલા સ્વપ્નાબહેને વધુમાં જણાવ્યું હતું કે, મને ૨૫ એપ્રિલના રોજથી શ્વાસ લેવામાં વધુ તકલીફ જણાતા ઓક્સિજન પર લાવવામાં આવી હતી. ત્યારબાદ તબિયતમાં સુધાર લાગતા 3મેથી નોર્મલ રૂમમાં રાખવામાં આવી છે. હોસ્પિટલના તબીબોની સતત દેખરેખ, નિયમિત તપાસ અને સમયસરની સારવાર મળી છે. ઘરેથી છુટા પડ્યા ત્યારે દીકરી કશ્વીએ કહ્યું હતું કે, મમ્મી તું ઘરે આવીશ એટલે મારો કોરોના પણ મટી જશે.’ આમ દીકરીના શબ્દોના કારણે મનમાં નવી શકિત અને ઉર્જાનો સંચાર થયો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્રથમ ઘટનાઃ ફેફસા 90 ટકા ડેમેજ થઈ ગયા હતા, 119 દિવસની લાંબી સારવાર બાદ કોરોનાને આપી માત

10 દિવસ જેટલા ટૂંકા સમયગાળામાં કોરોનામુક્ત થયા હતા

4થી મેના રોજ સ્વપ્નાબહેન કોરોનાને માત આપીને ઘરે હેમખેમ પહોંચ્યા, ત્યારે 10દિવસ બાદ દીકરીને મળી ત્યારે દીકરીને મળવાનો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય તેમ ન હોવાનું સ્વપ્નાબહેને કહ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલના ડો.અમિત ગામિત અને ડો.ઝિનલ મિસ્ત્રી દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવી હતી. જેથી તેઓ 10 દિવસ જેટલા ટૂંકા સમયગાળામાં કોરોનામુક્ત થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.