ETV Bharat / state

ગુજરાતમાં સૌથી લાંબો સાયકલ ટ્રેક સુરતમાં તૈયાર કરવામાં આવ્યો, જાણો લંબાઈ - Cycle Track Surat

ગુજરાતમાં સૌથી લાંબો સાયકલ ટ્રેક સુરત (Cycle Track Surat )ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. 75 આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav)અંતર્ગત શહેરમાં 75 કિલોમીટર લાંબો આ સાયકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. આ ટ્રેક પર લાલ રંગથી સાંકેતિક સાઈકલ બનાવવામાં આવી છે જેથી લોકોને ખબર પડે કે આ ટ્રેક વિશેષ સાઈકલ ચાલકો માટે છે.

ગુજરાતમાં સૌથી લાંબો સાયકલ ટ્રેક સુરતમાં તૈયાર કરવામાં આવ્યો, જાણો લંબાઈ

author img

By

Published : May 21, 2022, 3:17 PM IST

સુરત: ગુજરાતમાં સૌથી લાંબો સાયકલ ટ્રેક સુરત (longest cycle track in Gujarat)ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા આ ખાસ સાયકલ ટ્રેક બનાવવામાં (Cycle Track Surat ) આવ્યો છે. તેથી પર્યાવરણની સાથોસાથ શહેરીજનો પણ સ્વસ્થ રહે. 75 આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav)અંતર્ગત શહેરમાં 75 કિલોમીટર લાંબો આ સાયકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. આ ટ્રેક પર લાલ રંગથી સાંકેતિક સાઈકલ બનાવવામાં આવી છે જેથી લોકોને ખબર પડે કે આ ટ્રેક વિશેષ સાઈકલ ચાલકો માટે છે.

સાયકલ ટ્રેક

આ પણ વાંચોઃ કોરોના કાળમાં લોકો ફિટનેસ તરફ આગળ વધતાં અમદાવાદમાં સાઇકલનું વેચાણ ડબલ થયું

75 કિલોમીટર સાયકલ ટ્રેક તૈયાર- સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, જે રીતે શહેરીકરણ થઈ રહ્યું છે ત્યારે લોકો પોતાના સ્વાસ્થ્ય માટે સાયકલનો વપરાશ વધારે કરે અને તેમને સુંદર અનુભવ મળે આ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા 75માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 કિલોમીટર સાયકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. લોકો વધારે સંખ્યામાં સાયકલ તરફ વડે એ માટે આ ટ્રેક તૈયાર કરાયો છે. સાથો સાથે સાયકલ પર્યાવરણ માટે પણ ખૂબ જ લાભકારી છે, લોકોને ક્વોલિટી ઓફ લિવિંગ ગુણવત્તાયુક્ત આપવા માટે આ વિચારણા કરાઈ હતી.

આ પણ વાંચોઃ સાયકલ ટ્રેક પાછળ થયેલા ખર્ચના માધ્યમોમાં પ્રસારિત થયેલા અહેવાલને જૂનાગઢના મેયરે નકાર્યો

પોલીસ સાયકલ ઉપયોગ કરીને પેટ્રોલિંગ પણ કરે - તેઓએ વધુમાં જણાવ્યું હતું કે , સુરતમાં જે પબ્લિક બાઈ સાયકલિંગ શેરિંગ પ્રોજેક્ટ ટ્રેકિંગ હેઠળ અગિયાર સો જેટલી સાયકલ છે. જેમાં 1.60 લાખ લોકો રજિસ્ટ્રેશન કરી ચૂક્યા છે. આ સાથે સુરત પોલીસ સાયકલ ઉપયોગ કરીને પેટ્રોલિંગ પણ કરે છે. ધીમે ધીમે સાયકલનો ઉપયોગ વધારામાં વધારે થાય એ માટે સાયકલ ટ્રેક બનાવાયો છે. સાથે જ તેની પર લોકો સુંદર રીતે સાઈકલિંગ કરી શકે આ માટે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુરત શહેરમાં બનાવવામાં આવેલ છે. જેનો લોકો ઉત્સાહથી ઉપયોગ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.