- માંડવી તાલુકાના સઠવાવ ખાતે વિજય રૂપાણીએ વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
- માંડવીના સઠવાવ ખાતે આદિજાતિ લાભાર્થીઓ સાથે મુખ્યપ્રધાનનો સંવાદ
- લાભાર્થીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો
સુરતઃ માંડવીમાં મુખ્યપ્રધાને રાજ્ય સરકારની કેટલીક લોકપ્રિય યોજનાના લાભાર્થીઓ સાથે રૂબરૂ મુલાકાત લઈ તેમને પ્રશ્નો પણ પૂછ્યા હતા. આ સાથે જ તેમને મુખ્યપ્રધાને મળેલી સહાયનો યોગ્ય ઉપયોગ થયો કે નહીં એ અંગે પણ સવાલ પૂછ્યા હતા.
મુખ્યપ્રધાન સાથે વાત કરતાં લાભાર્થી મહિલા થઈ ભાવવિભોર
મુખ્યપ્રધાન સાથે રૂબરૂ વાત કરીને ભાવવિભોર બનેલા અનિતાબેને જણાવ્યું હતું કે, મારો પરિવાર વર્ષો સુધી કાચા મકાનમાં રહ્યો છે. ટૂંકી આવકથી ઘર બની ન શક્યું, ત્યારે સરકારે મારી ઘરના ઘરની ચિંતા પોતાના શિરે લીધી અને મકાન બનાવવા સહાય આપી હતી. એટલે જ ગરીબોના દુઃખમાં ભાગ લેતી સરકારના પ્રતાપે અમે આજે માલિકીના ઘરમાં રહીએ છીંએ.