ઓલપાડના ઇતિહાસમાં સૌથી મોટો અકસ્માત સર્જાયો છે. ઓલપાડ-સુરત સ્ટેટ હાઇવે પર આવેલા માસમા ગામ નજીક ઇન્ડિયન ઓઇલ કંપનીની LPG સિલિન્ડર ભરેલી ટ્રક પલટી ખાતા આગનું તાંડવ જોવા મળ્યું હતું. જેમાં એક પછી એક ચાર વાહનોમાં આગ લાગી ગઈ હતી. પહેલા LPG સિલિન્ડર ભરેલી ટ્રક અને બાદમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ તેમજ ટેમ્પો અને રીક્ષાને પણ આગની ઝપેટમાં આવી ગયા હતાં. જોકે, સમય સુચકતા વાપરી સ્થાનિકો સ્થળ પર દોડી આવી અને બસમાંથી 25 જેટલા વિદ્યાર્થીઓને સહી સલામત રીતે બચાવી લેવાયા હતાં.
મુખ્ય માર્ગ પર ઘટના બની હોય ઓલપાડ-સુરત સ્ટેટ હાઇવેને બંધ કરી દેવાની ફરજ પાડી હતી. જોકે, 24 કલાક વાહનોથી ધમધમતો સ્ટેટ હાઇવેના વાહનોને સિદ્ધેશ્વરી ગામથી સુરત તરફ ડાયવર્ટ કરાયા હતા. ઓલપાડના ઇતિહાસમાં સૌથી મોટા અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે જાનહાની ટળી હતી. બીજી તરફ સ્કૂલ બસના સવાર 25 વિદ્યાર્થીઓને બચાવી લેવાતા તંત્રે પણ હાશકારો લીધો હતો.