સુરત: શહેરના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા પોલીસ કોન્સ્ટેબલ રઈસ હુસેન કોસ્ટેબલે રેતી ખાનન ટેમ્પો ઝડપી માલિક પાસે રૂપિયા 1.50 લાખની લાંચ માંગી હતી. (Police constable absconded with bribe in Surat) આ મામલે માલિકે એસીબી પોલીસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે એસીબી પોલીસે છૂટક ગોઠવ્યું હતું. ત્યારે જ આરોપી પોલીસ કોન્સ્ટેબલ રઈસ હુસેને માલિક પાસે રૂપિયા 1.50 લાખની લાંચ લઈ એસીબીને ચકમોં ભાગી ગયો હતો. તેના વિરુદ્ધમાં એસીબી પોલીસ સ્ટેશનમાં કાયદાકીય ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જોકે આજરોજ પોલીસ કોન્સ્ટેબલ રઈસ હુસેન કોસ્ટેબલ આખરે એસીબી કચેરીએ જઈ હાજર (The police constable finally appeared before the ACB) થયો છે. હાલ એસીબીએ તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી ઘટના: સુરત શહેરના ઉત્રાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતી તાપી નદી કિનારે રેતી ભરેલું ટ્રેકટર પકડી પાડ્યું હતું. અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.આ મામલે આરોપી પોલીસ કોન્સ્ટેબલ રઈશ ગુલામ હુસેને ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં બોલવામાં આવ્યો હતો. ત્યાં ફરિયાદીને આ બાબતની માહિતી ખાણ ખનીજવાળાઓને જાણ નહી કરવાના તેમજ ટ્રેકટર છોડી દેવાના અવેજ પેટે ૨,૦૦,૦૦૦ રૂપિયા લાંચની માંગણી હતી. ફરિયાદી અને આરોપી પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે પૈસા બાબતે રકઝક થતા અંતે ૧,૫૦,૦૦૦ રૂપિયા આપવાનું નક્કી કરી ટ્રેકટરના ૫૦૦ રૂપિયા ના દંડની રસીદ આપી ટ્રેકટર છોડી દીધું હતું.તથા ફરિયાદીએ જે લાંચની રકમ થોડા દિવસ બાદ આપવા જણાવેલ અને ત્યારબાદ આ કામના આરોપી ગઈ કાલે એટલેકે 14 ડિસેમ્બરના રોજ ફરીથી ઓફિસ ઉપર બોલાવી નક્કી કરેલા લાંચ રકમ ૧,૫૦,૦૦૦ રૂપિયા ની માંગણી કરેલી હતી.
આજે 20 દિવસ બાદ એસીબી સમક્ષ હાજર થયો છે: આજે જયારે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ ગત 15 ડિસેમ્બરના રોજ એસીબીને ચકમોં આપી રૂપિયા 1.50 લાખની લાંચ લઈને ભાગ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ રઈસ હુસેન કોસ્ટેબલ આખરે એસીબી સમક્ષ હાજર થયૉ ત્યારે એસીબી પોલીસે પણ તેની પૂછપરછ માટે કે, એટલા દિવસો સુધી ક્યાં હતો? રૂપિયા 1.50 લાખ ક્યાં વાપરીયા છે. ક્યાં રહેતો હતો. સમગ્ર બાબતે તપાસ માટે કોર્ટ સમક્ષ હાજર કરી તેના વિરુદ્ધ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આજે 20 દિવસ બાદ એસીબી સમક્ષ હાજર થયો છે.