- કીમ રેલવે હદમાં ઓવરબ્રિજ કામગીરી માટે DDFC દ્વારા મંજૂરી : સૂત્ર
- જનરલ એરેજમેન્ટ ડ્રોઈંગને મંજૂરી મળતા કીમ બ્રિજ કામગીરીને વેગ મળશે
- અંદાજીત એક વર્ષ માં કામગીરી પૂર્ણ થવાની શકયતા
સુરતઃ જિલ્લાના કીમ રેલવે ફાટક 157 -બી ઉપર બની રહેલા રેલ્વે હદમાં ઓવરબ્રિજ ઘણા સમયથી અટવાયેલી કામગીરીને આખરે રેલ્વે સત્તાધીશોઓ રેલ્વે પોશનની ડિઝાઇનને મંજૂરીની મહોર મારતા ગ્રામજનોમાં આનંદની લાગણી સાથે બ્રિજની કામગીરી ઝડપભેર પૂર્ણ થવાની આશા સાથે શકયતા સેવાઈ રહી છે.
બ્રિજની કામગીરીની ડિઝાઇન પાસ થઈ: સૂત્રો
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કીમ રેલવે ફાટક 158 બી ટ્રાફિકથી ખૂબ જ વ્યસ્ત ફાટક હોય જેના ઉપર વર્ષોની માગ બાદ બ્રિજ નિર્માણનું કામ ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે. રેલવે પોશન હદ વિસ્તારમાં કરવાની ડિઝાઇન સંબંધી કામગીરી ઘણા સમયથી મંજૂરી વિના અટકી પડી છે, ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ સંપૂર્ણ ઓવરબ્રિજમાં રેલ્વે હદમાં થનારી કામગીરીની ડિઝાઇન પાસ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
ફેઈટ કોરિડોર (DFCC) દ્વારા મંજૂરી મળતા નારાજગી વચ્ચે ખુશીની લહેર
માર્ગ મકાન વિભાગ દ્વારા જનરલ એરેજમેન્ટ ડ્રોઈંગ કરી મુંબઈ સ્થિત રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓને ફાઇલ મોકલવામાં આવી હતી. કેટલાક મહિનાઓથી આ ફાઇલ અટવાઈ હતી અને મંજૂરી ન મળવાને કારણે બ્રિજની કામગીરી હજી ઘણા વર્ષ સુધી લંબાઈ તેવી શક્યતાઓ વચ્ચે કીમ સહિત આસપાસના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી, ત્યારે સદર બાબતે સ્થાનિક જવાબદારો દ્વારા વખતો વખત રજુઆત બાદ માર્ગ મકાન વિભાગે કરેલા જનરલ એરેજમેન્ટ ડ્રોઈંગને આખરે બરોડા રેલ્વે ડિવિઝનના ડીઆરએમને કર્યા બાદ ડેડીકેટેડ ફેઈટ કોરિડોર (DFCC) દ્વારા મંજૂરીની મહોર મારી દેવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
એક વર્ષમાં પૂર્ણ થવાની શકયતા સેવાઈ રહી છે
વિગત મુજબ રેલવે હદમાં 12 જેટલા સ્ટીલ ગડર બનશે તેમજ 72 મીટરના સ્પાનવાળો ફોરલેન બ્રિજ બનશે. જે ગુજરાતમાં કીમ ખાતે પ્રથમ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને પગલે ગ્રામજનોમાં આનંદની લાગણી સાથે બ્રિજ કામગીરી આગામી એક વર્ષમાં પૂર્ણ થવાની શકયતા સેવાઈ રહી છે.