ETV Bharat / state

World Organ Day : આજે વિશ્વ ઓર્ગન ડેના દિવસે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં 40 મું સફળ અંગદાન થયું

author img

By

Published : Aug 13, 2023, 9:34 PM IST

આજે વિશ્વ ઓર્ગન ડેના દિવસે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં 40 મું સફળ અંગદાન થયું છે. 55 વર્ષીય બ્રેઈનડેડ અશરફી લાલ બંશધારી પાલની બે કિડની, બે ફેફસા અને લીવરના દાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. તે ઉપરાંત સિવિલમાં પ્રથમ વાર બે ફેફસાનું અંગદાન થયું છે.

Etv Bharat
Etv Bharat

સુરત : આજે સમગ્ર વિશ્વમાં ઓગર્ન ડેની ઉજવણી કરવામાં આવે છે. બ્રેઈનડેડ થયા બાદ વધુમાં વધુ અંગદાન થાય તે માટેના જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ દ્વારા સમગ્ર ભારતમાં સૌથી ઝડપી ઓર્ગન ડોનેશન માં અગ્રેસર રહીને ડંકો વગાડયો છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ઓર્ગન ફેલ્યોર ના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ઓર્ગન ફેલ્યોર તકલીફના કારણે પીડાતા દર્દીનું જીવન દયનીય બની જાય છે. જે દર્દીઓને અંગદાન મળે છે તેને નવું જીવન મળ્યા બરાબર ગણાય છે.

40મું સફળ અંગદાન કરવામાં આવ્યું : સુરત નવી સિવિલ હોસ્પિટલ ની ટીમ દ્વારા સફળ પ્રયાસોના પરિણામે આજે 40માં સફળ અંગદાન થકી વિશ્વ અંગદાન દિનની સાચા અર્થમાં ઉજવણી થઈ છે. આજરોજ 55 વર્ષીય બ્રેઇનડેડ અશરફી લાલ બંશધારી પાલના બે કિડની, બે ફેફસા અને એક લિવરનું દાન સ્વીકાર્યું હતું. જેમાં બે ફેફસાનું સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમવાર દાન થયું છે. આમ પાંચ અંગો થકી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટએ માહિતી આપી : આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું કે, આજે વિશ્વ ઓર્ગન ડેના દિવસે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં 40 મું સફળ અંગદાન થયું છે. ઉત્તરપ્રદેશના અલ્હાબાદના રૌહા જોકાનાઇ કર્ચના રહેવાસી 55 વર્ષીય અશરફીલાલ બંશધારી પાલ ઇચ્છાપોર માં ટાસ્ક કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ નું કામ કરતા હતા. તેઓ ગત 9મી ઓગસ્ટ ના રોજ રાત્રીના સમય રૂમ પર બેહોશીની હાલતમાં મળી આવતા તેમને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ગઈકાલના રોજ રાત્રે સ્વાસ્થ્ય વધુ ખરાબ થતા હોસ્પિટલના ન્યુરોસર્જન દ્વારા તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

પાંચ લોકોને મળશે નવું જીવન : આજે પ્રથમવાર બે ફેફસાનું દાન સ્વીકાર્યું છે. બ્રેઈનડેડ જાહેર કર્યા બાદ હોસ્પિટલ દ્વારા પરિવારને અંગદાન નુ મહત્વ સમજાવ્યું હતું. જેથી પરિવારે અંગદાનની સંમતિ આપતા જ હોસ્પિટલ દ્વારા અંગદાન ની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. જેથી આજરોજ 55 વર્ષીય અશરફી લાલ બંશધારી પાલની બન્ને કિડની અને લીવરનું દાન સ્વીકારી અંગોને ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ તથા ફેફસા ને કે.ડી હોસ્પિટલ અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા. તથા સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વાર ફેફસાનું દાન કરવામાં આવ્યું છે. આ સાથે જ આપણી સિવિલ હોસ્પિટલમાં ડોકટરોના સધન પ્રયાસોના કારણે છેલ્લા 10 મહિના દરમિયાન 40 અંગદાન નોંધાયા છે. જેમાં 72 કિડની, 32 લીવર, 3 હૃદય, 1 સ્વાદુપિંડ, 4 આંતરડા, 7 હાથ, 14 આંખ અને આજે પ્રથમવાર બે ફેફસાનું દાન સ્વીકાર્યું છે. આમ કુલ 135 અંગોનું દાન થયું છે. સિવિલ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, જાગૃત્ત સ્વયંસેવકોને સૌના સહિયારા પ્રયાસોના પરિણામ અંગદાનની જાગૃતિ આવી રહી છે.

  1. World Organ Donation Day: ભારતમાં અંગદાનના અભાવે દર વર્ષે 5 લાખ લોકો મૃત્યુ પામે છે, જાણો શું છે વિશ્વ અંગદાન દિવસનું મહત્વ
  2. Big Plan For Independence Day : આ વખતનો સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ છે ખાસ, આ પ્રકારની કરાઇ તૈયારીઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.