સુરત: અઠવાલાઇન્સ વિસ્તારની કોલેજમાં અભ્યાસ કરતી કતારગામની યુવતીને બિભત્સ નજરે જોયા કરનાર સિટીલીંક બસના(surat sitilink bus) ડ્રાઇવરે પીઠ પર થપ્પો મારી માથું પકડી રાખી આજે તો તારૂ મોઢું જોવું જ છે એમ કહી મોંઢા પર બાંધેલી ઓંઢણી ખેંચી લઇ અશ્લીલ હરકત કરતા મામલો કતારગામ પોલીસમાં (Teasing young woman in Surat)પહોંચ્યો હતો. આ બનાવમાં પોલીસે આરોપીની ધરપડક કરી છે.
બસ ડ્રાઈવર યુવતીની છેડતી કરી
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી અઠવા ગેટ પાસે આવેલી કોલેજમાં અભ્યાસ કરે છે. તે દરરોજ પોતાની બહેનપણી સાથે BRTS બસમાં (Surat BRTS bus )કોલેજ જાય છે. છેલ્લા ઘણા સમયથી એક બસ ડ્રાઈવર તેણીને ખરાબ નજરે જોઈ રહ્યો હતો. આ ઉપરાંત ગતરોજ બસ અડાજણ પહોચી ત્યારે અન્ય મુસાફરો બસમાં ના હોય તેનો લાભ લઈ ડ્રાઈવર તેણીની પાછળની સીટ પર આવી ગયો હતો. બાદમાં યુવતીને પાછળથી થપ્પો માર્યો હતો અને બાદમાં જબરદસ્તી તેનું માથું પકડી તેણે મોઢે બાંધેલી ઓઢણી ખેચી( college girl molestation)લીધી હતી અને કહ્યું હતું કે આજે તો હું તારો ચેહરો જોઇને જ રહીશ.
આ પણ વાંચોઃ સુરતમાં રોમિયોએ યુવતીની છેડતી કરતા લોકોએ મેથીપાક ચખાડ્યો
પરિવારજનોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી
આ ઘટના બાદ યુવતી અને તેની બહેનપણીઓ ડરી ગયી હતી. ઘરે જઈને આ સમગ્ર વાત યુવતીએ પરિવારજનોને જણાવી હતી જેથી પરિવારજનોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી બસના ડ્રાઈવર કરણ કાત્રોરોડીયા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપડક કરી હતી.
આ પણ વાંચોઃ ગોમતીપુરમાં યુવતીની છેડતી અટકાવવા આવનારા વ્યક્તિની આંગળી કાપી નાંખી