ETV Bharat / state

બારડોલીમાં કોવિડ 19 રસીકરણના સંભવિત લાભાર્થીઓનો સર્વે શરૂ - Covid 19 vaccination

બારડોલી શહેર અને તાલુકામાં ગુરુવારથી કોવિડ 19 રસીકરણના સંભવિત લાભાર્થીઓનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. 13મી ડિસેમ્બર સુધી ડોર ટુ ડોર થઈ રહેલા આ સર્વેમાં મતદાર યાદી મુજબ 50થી વધુની ઉંમર ધરાવતા તમામ વ્યક્તિઓ અને 50 વર્ષથી નીચેના કોમોર્બિડ એટલે કે, ગંભીર બીમારી ધરાવતા દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

bardoli
બારડોલીમાં કોવિડ 19 રસીકરણના સંભવિત લાભાર્થીઓનો સર્વે શરૂ
author img

By

Published : Dec 11, 2020, 8:14 PM IST

  • તાલુકામાં 137 અને શહેરમાં 46 ટીમ સર્વે કામગીરીમાં જોડાઇ
  • 50 વરસથી વધુ ઉંમરના તમામ અને 50 વર્ષથી નીચેના કોમોર્બિડ દર્દીઓનો સર્વે
  • મતદાન યાદી અનુસાર મતદાન મથક દીઠ થઈ રહ્યો છે સર્વે

બારડોલી : ગુજરાતના આરોગ્ય વિભાગના પરિપત્ર અનુસાર બારડોલી શહેર અને તાલુકામાં ગુરુવારથી કોવિડ 19 રસીકરણના સંભવિત લાભાર્થીઓની સર્વે કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સૌ પ્રથમ 50 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિ તેમજ 50 વર્ષથી નીચેના કોમોર્બિડ વ્યક્તિઓની નોંધણી કરવામાં આવી રહી છે. ગત 8મી ડિસેમ્બર 2020ના રોજ આરોગ્ય કમિશ્નર ગાંધીનગરના પરિપત્ર અનુસાર સમગ્ર ગુજરાતમાં 10મી થી 13મી ડિસેમ્બર દરમ્યાન કોવિડ 19 રસીકરણ અંગેનો સર્વે શરૂ કરવાનું જણાવવામાં આવ્યું હતું. જે અનુસંધાને બારડોલી શહેર અને તાલુકાનાં તમામ ગામોમાં ડોર ટુ ડોર સર્વેની આજથી શરૂઆત કરવામાં આવી હતી.

બારડોલીમાં કોવિડ 19 રસીકરણના સંભવિત લાભાર્થીઓનો સર્વે શરૂ
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં શરૂ કરાઇ સર્વેની કામગીરી
જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ પ્રાંત અધિકારી બારડોલીના માર્ગદર્શન અને સૂચનો અનુસાર બારડોલી તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, નગરપાલિકા ચીફ ઓફસર અને સી.ડી.પી.ઑ. દ્વારા સંયુક્ત આયોજન કરી સમયમર્યાદામાં સર્વે કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેર અને તાલુકામાં કુલ 183 ટીમ કાર્યરત
તાલુકામાં કુલ 137 ટીમો અને બારડોલી શહેરમાં કુલ 46 ટીમો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. ટીમમાં મતદાન મથક દીઠ, મતદાર યાદીના આધારે બીએલઓ, આશા વર્કર, આંગણવાડી વર્કર, અન્ય સ્ટાફ દ્વારા સર્વે કામગીરી કરવામાં આવી રહી છે. તલાટી કમ મંત્રી સંયોજક તરીકે કામ કરશે.
પ્રજાજનોને સહકાર આપવા અપીલ
આ અંગે બારડોલી તાલુકા આરોગ્ય અધિકારી હેતલ ચૌધરીએ જણાવ્યુ હતું કે, આ ડોર ટુ ડોર ટીમ સર્વે કોવિડ 19 રસીકરણના સંભવિત લાભાર્થી નોંધણી માટે છે. જે માટે તમામ પ્રજાજનોને સહકાર આપવા અને ટીમને જરૂરી માહિતી પૂરી પાડવા માટે તેમણે અપીલ કરી હતી.

સર્વેમાં 50 વર્ષથી ઉપર અને કોમોર્બિડ વ્યક્તિઓનો સમાવેશ

સર્વેમાં 50 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિ તેમજ 50 વર્ષથી નીચેની ઉંમરના કોમોર્બિડ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોમોર્બિડ એટલે કે, જેઓ ગંભીર બીમારી જેવી કે, હ્રદયરોગ, કિડની રોગ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, થેલેસિમિયા, સિકલસેલ એનીમિયા, એચઆઇવી, માનસિક વિકલાંગ, ડાયાબિટીસ કે, અન્ય જૂની ગંભીર બિમારી ધરાવતા લોકોનો સર્વે કરી યાદી તૈયાર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.