સુરતના જય યાદવ અને તેની ટીમ દ્વારા ઉત્તરાખંડના ટૂંગનાથ મહાદેવ મંદિર પર જઈ આ ગીત બનાવી અનોખી શિવભક્તિની મિશાલ કાયમ કરી છે. 12 હજાર ફૂટની ઊંચાઈ પર જઇ ચાર યુવાનોએ 8 દિવસના પ્રવાસ દરમિયાન 'શિવ તાંડવઃ સ્રોતમ' નામનું આ ગીત તૈયાર કર્યું છે. આ ગીતમાં જય યાદવે પોતાનો સ્વર આપ્યો છે જે લોકોને ખૂબ જ પસંદ પડ્યો છે.
આ ગીતને 27 મી ઓગસ્ટના રોજ યુ ટ્યુબ પર લોન્ચ કરવામાં આવ્યું હતું. સોશીયલ મીડિયા પર આ ગીતને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળતા એશિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. સુરતીઓ માટે ગૌરવની વાત છે.