માહિતી પ્રમાણે, સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતી 23 વર્ષીય મહિલાને તેના પતિએ દહેજની રકમ ન મળતા ત્રણ વખત તલ્લાક બોલી ઘરમાંથી કાઢી મુકી છે. મહિલાનો આરોપ છે કે, પરિણીતાના 25 વર્ષીય પતિ અકરમ પીર શેખે રીક્ષા ખરીદવા દહેજમાં 40 હજારની માંગણી કરી હતી અને ત્યારબાદમાં રકમ ન મળતા મારઝૂડ કરી વાંરવાર માનસિક ત્રાસ ગુજારતો હતો. અગાઉ ફણ દારૂના નશામાં મારતો હતો અને પત્નીનો ખર્ચ કે, ઘર ભાડું પણ ભરતો ન હતો. આ ઘટના બાદ પરિણીતાએ પતિ સહીત સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ આરોપ મુક્યા છે કે, પતિએ ત્રણ વાર તલાક બોલી ઘરમાંથી કાઢી મૂકી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સાથે જ પીડિતાની માતાના મૃત્યુને 40 જ દિવસ જેટલો જ સમય થયો હતો અને પતિએ તલ્લાક આપી દીધું છે અને ફરી સ્વીકારવા માટે ઇદત અને હલાલા કરવાની શરતો મૂકી છે.
હાલ પરિણીતા પોતાના પિતા સાથે રહે છે અને પોલીસ પાસેથી ન્યાયની આશા સેવી રહી છે. પરિણીતા ઈચ્છે છે કે, પતિને એટલી સખ્ખત સજા થાય કે, અન્ય પુરુષો તલ્લાકનું નામ લેતા પણ પહેલા વિચાર કરે. તલ્લાક આપનાર પૂર્વ પતિ સહિત સાસરિયાઓ સામે યોગ્ય પગલાં ભરવામાં આવે. પીડિતાએ પતિ અકરમ, સાસ સમિમ બાનું, સસરા પીરું શેખ અને જેઠાણી રસીદા શેખ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.