સુરત : શહેરમાં 3 વર્ષનો બાળક પાણીની ટાંકીમાંથી મૃત હાલતમાં મળી આવાની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા તૃપ્તિનગરમાં 3માં રહેતા 29 વર્ષીય સચિનકુમાર કોરી જેઓ એમ્બ્રોઈડરીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમને પરિવારમાં પત્ની સાથે બે બાળકો પણ છે. જેમાં સૌથી નાનો છોકરો જેનું નામ આર્યન જેઓ ગઈકાલે સાંજે રમતારમતા અચાનક ગુમ થઈ ગયો હતો. જેથી પરિવારે શોધખોળ હાથ ધરી હતી. જોકે મળી ન આવતા અંતે પરિવારે ઘરની છત પર રહેલી પાણીની ટાંકીમાં તપાસ કરી હતી. જ્યાં બાળકનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટના કાલે સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી. જેની માહિતી સિવિલ પોલીસ ચોકી દ્વારા જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં મૃતક આર્યન જેઓ 2 વર્ષ અને 8 મહિનાનો હતો. તેઓ સાંજે પોતાના મિત્ર જોડે રમી રહ્યો હતો, ત્યારે અચાનક તે ગુમ થઈ ગયો હતો. ગુમ થઈ જતા પરિવાર અને પડોશીઓએ તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તે મળી ન આવતા અંતે પરિવારે ઘરની છત પર રહેલી પાણીની ટાંકીમાં તપાસ કરી હતી. જ્યાં તે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. તેને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. હાલ મૃત્યુના કારણ અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કર્યા બાદ જ હકીકત સામે આવશે. - સૂર્યા ગામીત (પાંડેસરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ)
ટાંકીમાં કઈ રીતે પડ્યો : વધુમાં જણાવ્યું કે, 29 વર્ષીય આર્યનના પિતા સચિનકુમાર કોરી જેઓ એમ્બ્રોઈડરીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવાર મૂળ ઉત્તરપ્રદેશના અયોધ્યાના છે. પરિવારમાં બે સંતાનોમાંથી એક સંતાનનું મૃત્યુ થતાં શોકમાં માહોલ જામ્યો છે. હાલ તો આર્યન ટાંકીમાં કઈ રીતે પડ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે.
માતા પિતા માટે લાલબત્તી : ઉલ્લેખનીય છે કે, આ ઘટના પણ માતા-પિતા માટે લાલબત્તી સમાન કહી શકાય છે. કારણ કે, જો નાના બાળકો ઘરમાં કે ઘરની બહાર રમી રહ્યા હોય, ત્યારે તેમની ઉપર માતા પિતાએ અચૂક ધ્યાન રાખવું જોઈએ. તેઓ ક્યાં જાય છે ક્યાં નથી જતા માતા પિતા બાળકનું ધ્યાન રાખતા નથી અને અંતે આવી ઘટનાઓ બની જતી હોય છે.