નાગપુર ખાતે1 થી 4 ડિસેમ્બર દરમ્યાન યોજાયેલી આ ઓલ ઈન્ડિયા નેશનલ ટુર્નામેન્ટમાં 35+ સિંગલ્સ મેન્સ કેટેગરીમાં ગુજરાતના નામે પ્રથમવાર આ ચેમ્પિયનશિપનો તાજ આવ્યો છે. મહારાષ્ટ્ર ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન દ્વારા યોજાયેલી આ ઓલ ઈન્ડિયા માસ્ટર રેન્કિંગ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતમાંથી કુલ 64 ટોપ રેન્કર્સ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સુરતના વિવેક ઓઝાએ ચંદીગઢના ગયા વર્ષના ચેમ્પિયનને હરાવીને 21-16, 21-16ના સ્કોરથી ચેમ્પિયનશિપ મેળવી હતી.
2008 થી લઈને 2012 સુધી સતત 4 વર્ષ સુધી ગુજરાત મેન્સ સિંગલ્સ ચેમ્પિયન રહેનાર વિવેક ઓઝા 10 વર્ષની ઉંમરથી જ બેડમિન્ટન રમે છે. એટલે કે, બેડમિન્ટનમાં તેમને 27 વર્ષનો અનુભવ છે.
ચેમ્પિયન વિવેક ઓઝાએ જણાવ્યું હતું હું 18વર્ષનો હતો, ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું. તેમની ઈચ્છા મને સ્ટેટ ચેમ્પિયન જ નહીં પરંતુ નેશનલ ચેમ્પિયન તરીકે જોવાની હતી. આર્થિક તંગી હોવા છતાં પરીવારનો અને મોટાભાઈના સ્પોર્ટ મળ્યો. જેને કારણે પિતાની ઈચ્છા હું પુરી કરી શક્યો છું. આ ટુર્નામેન્ટમાં પ્રથમ બંને સેટ જીતી જતા ત્રીજો નિર્ણાયક સેટ રમવાની જરૂર જ પડી ન હતી અને મેં ચાંદીગઢના ચેમ્પિયનને હરાવીને આ ટ્રોફી હાંસલ કરી હતી.