સુરત : ઉધના રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, ત્યારે આજરોજ કેન્દ્રીય રેલ્વય પ્રધાન દર્શના જરદોશ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમને રીડેવલપમેન્ટ કરનાર સ્ટાફ દ્વારા તમામ પ્રકારની માહિતીઓ આપવામાં આવી હતી, ત્યારબાદ પ્રધાન રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટના કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.
PM મોદીની નવી પેટન જે છે કે, જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ તેનું ઉદ્ઘાટન પણ અમે જ કરીએ છીએ. એટલે એની સાથે સમયસર પ્રોજેક્ટ શરૂ થાય અને પૂરા થાય. ખાસ કરીને રેલ્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનનું ડેવલપમેન્ટ છે. તેને એક નવું રૂપ આપવામાં આવ્યું છે. કોઈપણ સ્થળનું રેલવે સ્ટેશન તે શહેરનું હાર્ટ ગણાય છે, ત્યાં બંને બાજુએથી લોકો અવરજવર કરી શકે, તેની ઉપર ફૂડકોટ બંને, 24 કલાક ચા નાસ્તા વેટિંગ માટે રહેવાની વ્યવસ્થા મળી રહે તે તમામ સુવિધાઓ સાથે ઇન્ટ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં આવે તો જે ફૂડપ્લાઝાને જે બનવાનું છે. એરપોર્ટની સરખામણીમાં જ સ્ટેશન દેખાશે. - દર્શના જરદોશ (કેન્દ્રીય રેલ્વે પ્રધાન)
ઉધના રેલવે સ્ટેશન 200 કરોડનું : વધુમાં જણાવ્યું કે, આસપાસના લોકો સ્ટેશન પર આવે તો તેમને સરસ મજાનું વાતાવરણ મળે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉધના રેલવે સ્ટેશન પ્રોજેક્ટ 200 કરોડનું છે. તેનું ટેન્ડર પાસ થઈ ગયું છે. તેનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ અહીં એક જ તરફની એન્ટ્રી છે, પરંતુ બીજી તરફની એન્ટ્રી બનાવવામાં આવી રહી છે. આ કામ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. જે પણ કામ શરૂ થાય તેને ગતિશક્તિ મળી તેની માટે વડાપ્રધાન દ્વારા દરેક રેલવે પ્રોજેક્ટનું મોનિટરિંગ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે.
શહેરમાં ડેવલોપ થનારા પ્રોજેક્ટ : સુરત શહેરમાં ડેવલોપ થનારા અલગ અલગ પ્રોજેક્ટની વિઝીટ કરવાની છે. જેને અમે વિકાસ તીર્થ નામ આપ્યું છે. ડેવલપમેન્ટ કેવું હોવું જોઈએ? જે લોકોને આ વિઝનથી ખબર પડશે. એના કારણે અહીં ઉધના રેલવે સ્ટેશનથી શરૂઆત કરવામાં આવી છે. આખા દિવસ દરમિયાન કેન્દ્ર સરકારના સહયોગથી જેટલા પણ વિકાસના કામો થઈ રહ્યા છે તે તમામ વિકાસ સુરત શહેરની અંદર જરૂરી છે. એની માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.