અરજદારની માગ છે કે, સુરત અગ્નિકાંડમાં સંડોવાયેલા મોટામાથાઓનું નામ દબાવી દેવામાં આવ્યું છે અને તેના સ્થાને અન્ય લોકોને આરોપી બતાવી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરી મૂળ અપરાધીઓની ધરપકડ કરવામાં આવે. તો આ સાથે જ 22 વિદ્યાર્થીઓ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી. અરજદારની માગ છે કે, આરોપીઓને જામીન પણ ન આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, સુરત અગ્નિકાંડને લઈ ગુજરાત હાઇકોર્ટમાં અગાઉ બે પિટિશન દાખલ થઈ ચૂકી છે અને શુક્રવારે ત્રીજી પિટિશન દાખલ કરવામાં આવી છએય જેને લાલજી પટેલના સરદાર પટેલ ગ્રુપ દ્વારા સમર્થન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પિટિશનની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.