સુરત : ST વિભાગમાં થોડા સમય પહેલા જ નવા નિયામક પી.વી.ગુર્જરની નિમણુંક કરવામાં આવી છે. તેમણે ચાર્જ સંભાળતા જ તેમણે ST બસના કંડકટરો સહિતના સ્ટાફની તપાસ શરૂ કરી દીધી હતી. જેને લઇને બારડોલી અને ઓલપાડના કંડકટર ફરજ પર નશીલા પદાર્થનું સેવન કરતા પકડાતા તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે અન્ય ત્રણ કર્મચારીઓને બસની મેન્ટેનન્સમાં બેદરકારી રાખવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત દારૂ પી બસ ચલાવનારા 11 જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે ટિકિટના પૈસા લઇ ટિકિટ નહિ આપવાના કેસમાં કુલ 15 કર્મચારીઓને પણ સસ્પેન્ડ અને બરતરફ તરફના પગલાં લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો ઉપલેટામાં રિવર્સ લેતા વખતે STનો અકસ્માત, કંડક્ટરની બેદરકારીના કારણે પ્રવાસીઓના શ્વાસ અદ્ધરતાલ
ST ડેપો નિયામકે શું કહ્યું : આ બાબતે સુરત ST ડેપો નિયામક પી.વી. ગુર્જર જણાવ્યું કે, ચાર્જ લેતા સૌથી પહેલા તો ST ડેપોમાં બસને લઈને કઈ કઈ સમસ્યાઓ છે. તેમજ બસના ડ્રાઇવર કંડકટરને લઈને કેટલી ફરિયાદો આપવામાં આવી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને ST બસ ડેપોમાં બસ ચાલવાનાર ડ્રાઇવર નશીલો પદાર્થ સેવનથી અન્ય પ્રવાસીઓને હેરાનગતિ થઇ રહી હતી અને દારૂ પી બસ ચલાવનારા ડ્રાઈવર સામે કાર્યવાહી કરવામાં આવી છે. કારણ કે અમુક વખત એવું બનતું હોય છે કે, આવા માદક નશીલા પદાર્થોનું સેવન કરી દારૂનું સેવન કરીને બસ ચલાવતા હોય છે અને અકસ્માત સર્જાતો હોય તેનો ભોગ પ્રવાસીઓ બનતા હોય છે અને તેના કારણે સુરત ST ડેપો જ નહિ પરંતુ ગુજરાતનું GSRTC બસની છબી ખરાબ થતી હોય છે.
આ પણ વાંચો બસ કંડકટર પત્નીની પોલીસ કર્મચારીએ બસમાં કરી હત્યા
25 ડેપોના કર્મચારીને સસ્પેન્ડ વધુમાં જણાવ્યું કે, આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. એમાં મહિલા કર્મચારી સહિત કુલ 25 જેટલા ડેપોના કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત કોઈપણ કારણ દર્શાવ્યા વગર 60 દિવસથી વધુની રજા પાડતા તમામને બરતરફ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી આગળના દિવસોમાં પણ ચાલુ જ રહેશે. આપણી રાજ્યની GSRTC બસમાં લોકોને ઉત્તમમાં ઉત્તમ સુવિધાઓ મળે તેવા પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, નશીલો પદાર્થ સેવનથી અન્ય પ્રવાસીઓને હેરાનગતિ થાય તે સ્વાભાવિક છે. ત્યારે ST ડેપો નિયામક દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે તે યોગ્ય ગણી શકાય છે.