સુરત: સુરત શહેર પોલીસના 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન અંતર્ગત સુરત શહેરમાંથી ડ્રગ્સના દુષણને નેસ્ત નાબુદ કરવા સુરત શહેરમાં અન્ય રાજયોમાંથી ચોરી છુપીથી નાર્કોટીક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃતી કરતા ઈસમો ઉપર વોચ રાખી છે. નાર્કોટીકસની પ્રવ્રુતિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર સકંજો કસી આ નેટવર્કને તોડી પાડવા માટે SOG ને સુચના અનુસાર ગઈકાલે SOG પોલીસને એક રીઢા ગુનેગારને પકડી પડ્યો હતો. તેની પાસેથી પોલીસને પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ વજન 50 ગ્રામની જેની કિંમત રૂપિયા 5 લાખ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી ઘણા સમયથી MD ડ્રગ્સનો વેચાણ કરતો હતો: આ બાબતે સુરત પોલીસના DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, સુરત પોલીસ કમિશનરના 'નો ડ્રગ્સ અભિયાન' હેઠળ ગઈકાલે SOG પોલીસે કેતન જાપાની નામના ઇશમ જે આ પેહલા 4 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવેલ છે. તે ચોરી છુપેથી MD ડ્રગ્સનું વેચાણ કરે છે. તેને અમારી ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. જેની કિંમત કુલ 5 લાખ રૂપિયા છે. જો કે ચોરી છુપેથી MD ડ્રગ્સનો વેચાણ કરતો હતો જેથી એ ઘણા સમયથી અમારા વોચમાં હતો. જેથી ગઈકાલે પાકા પાયે બાતમી મળતા જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો Gujarat Crime News : પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સહિત 4 સામે આબુરોડમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો
14 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું: વધુમાં જણાવ્યુંકે, ગત વર્ષથી અત્યાર સુધીમાં અમે લોકોએ 14 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું પાડ્યું છે. એમાં અલગ અલગ રાજ્યોમાંથી 203 જેટલાં આરોપીઓની ધરપગડ કરવામાં આવી છે. તે ઉપરાંત NDPS ના કુલ 155 આરોપીઓની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે. ગઈકાલે પાકા પાયે બાતમી મળતા જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો Surat Crime ફ્રી ફાયર ગેમના કારણે કિશોરે ગુમાવ્યો જીવ, મિત્રએ ભાઈ સાથે મળી માર્યો ઢોર માર
'નો ડ્રગ્સ ઇન સુરત સિટી': સુરત પોલીસ દ્વારા શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે જે અંતર્ગત નશાનો વેપલો કરતા ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સુરત પોલીસ કમિશ્નરના ધ્યાને આવ્યું હતું કે શહેર વિસ્તારમાં આવેલા કેટલાક પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ-સિગરેટ, ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સિગરેટ, તથા ઈ-હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી આવા રી-ટેઈલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા-દુકાનદારોને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.