ETV Bharat / state

સુરતની સિલ્ક મિલમાં ભીષણ આગ, 25 ફાયર ફાઇટર ઘટના સ્થળે - silk Meal

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં મળસ્કેના ચાર વાગ્યાના અરસામાં સિલ્ક મિલમાં ભીષણ આગ લાગી હોવાનો કોલ સુરત ફાયર વિભાગને મળતાં 25 ગાડીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચારથી પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી.

સુરતની સિલ્ક મિલમાં ભીષણ આગ, 25 ફાયર ફાઇટર ઘટના સ્થળે
author img

By

Published : Aug 31, 2019, 12:31 PM IST

આગના પગલે સિલ્ક મિલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આગની ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી હતી. સિલ્ક મિલમાં ફાયર સેફટીની કોઈ પણ સુવિધા ઉપલબ્ધ ન હોવાના પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જ્યાં તંત્ર દ્વારા મિલ માલીકને નોટિસ ફટકારવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.

સુરતની સિલ્ક મિલમાં ભીષણ આગ, 25 ફાયર ફાઇટર ઘટના સ્થળે

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મયુર સિલ્ક મિલ મળસ્કેમાં સાડા 4:30 કલાકે ભીષણ આગ લાગી હતી .આગની જાણકારી સુરત ફાયર વિભાગને મળતાં શહેરના અલગ-અલગ ફાયર મથકોની ગાડીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો. ભીષણ આગની ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મિલમાં રહેલ કેમિકલ અને યાર્નના જથ્થાના કારણે આગ વધુ વિકરાળ બની હતી.

આગને બુઝાવવા માટે ફાયર વિભાગની 25 જેટલી ગાડીઓ સહિત ફાયરના 100 જેટલા જવાનો કામે લાગ્યા હતાં. ઘટના બાદ સુરત ફાયર વિભાગના ચીફ ઓફિસર તેમજ મનપાના ડેપ્યુટી કમિશ્નર સહિતના અધિકારીઓ પણ સ્થળે દોડી આવ્યા હતા. જોકે આ ઘટનામાં મિલમાલિકની પણ ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે, ત્યાં ફાયર વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. ફાયર વિભાગના અધિકારીએ જાતે આ વાતની પૃષ્ટિ કરી છે કે મિલમાં કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટી ઉભી કરવામાં આવી નથી. જેથી ફાયર દ્વારા મિલ માલિકને નોટીસ બજાવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઘટના સ્થળે દોડી આવેલ ફાયરના મોટા કાફલા એ આશરે ચારથી-પાંચ કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આગ પર કાબુ મેળવી લેવાતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ભીષણ આગની ઘટનાના પગલે DGVCL દ્વારા સમગ્ર જીઆઇડીસી વિસ્તારમાં પાવર સપ્લાય બંધ કરી દેવાયો હતો. જ્યાં મિલમાં લાગેલી આગ પર કાબુ મેળવવા ચારે તરફથી ફાયરના જવાનો દ્વારા પાણીનો સતત ફોમ ચલાવવામાં આવ્યો હતો. ભીષણ આગની ઘટનામાં લાખોના નુકશાનનો અંદાઝો પણ સેવાઇ રહ્યો છે.

સુરત ફાયર વિભાગ દ્વારા શહેરમાં આવેલ મોલ, કોમ્પ્લેક્ષ સહીત શોપિંગ સેન્ટરોમાં ફાયર સેફટી મુદ્દે સતત ચેકીંગ હાથ ધરી નોટિસ પાઠવવામાં આવી રહી છે. જે સંસ્થાઓ ફાયર સેફટી મુદ્દે ઉદાસીન વલણ દાખવી રહી છે, તેવી સંસ્થાઓને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ ફાયર વિભાગ જાણે પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ડાઈગ મિલોને છાવરી રહી હોય તે પ્રમાણેની માહિતી હાલ સપાટી પર આવી રહી છે. ફાયર વિભાગ જો શિલિંગની કાર્યવાહી કરી રહી છે, તો પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી અસંખ્ય ડાઈગ મિલોમાં તપાસ શા માટે કરી રહી નથી. તે એક મોટો સવાલ હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.

Intro:સુરત : પાંડેસરા વિસ્તારમાં મળસ્કે ના ચાર વાગ્યાના અરસામાં  સિલ્ક મિલમાં માં ભીષણ આગ લાગી હોવાનો કોલ સુરત ફાયર વિભાગને મળતાં 25 ગાડીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચારથી પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયરને સફળતા મળી હતી .આગના પગલે સિલ્ક મિલ માં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જોકે આગની ઘટનામાં સદ્નસીબે કોઇ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી હતી .. સિલ્ક મિલમાં ફાયર સેફટી ની કોઈ પણ સુવિધા ઉપલબ્ધ ન હોવાના પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.જ્યાં તંત્ર દ્વારા મિલ માલીકને  નોટિસ ફટકારવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે...

Body:સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મયુર સિલ્ક મિલ મળસ્કે સાડા ચાર વાગ્યાના અરસામાં ભીષણ આગ લાગી હતી .આગની જાણકારી સુરત ફાયર વિભાગને મળતાં શહેરના અલગ-અલગ ફાયર મથકોની ગાડીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગને બુઝાવવા ના પ્રયાસ હાથ ધર્યા હતા..આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર  દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો..ભીષ્મ આગની ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો .મિલમાં રહેલ કેમિકલ અને યાર્ન ના  જથ્થા ના કારણે આગ વધુ વિકરાળ બની હતી.

જ્યા આગને બુઝાવવા માટે ફાયર વિભાગની 25 જેટલી ગાડીઓ સહિત ફાયરના સો જેટલા જવાનો કામે લાગ્યા હતા.ઘટના બાદ સુરત ફાયર વિભાગના ચીફ ઓફિસર તેમજ મનપાના ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે આ ઘટનામાં મિલમાલિક ની પણ ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે ,ત્યાં ફાયર  વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે .ફાયર વિભાગના અધિકારીએ જાતે આ વાતની પૃષ્ટિ કરી છે કે મિલમાં કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટી ઉભી કરવામાં આવી નથી.જેથી ફાયર દ્વારા મિલ માલિક ને નોટીસ બજાવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઘટના સ્થળે દોડી આવેલ ફાયર ના મોટા કાફલા એ આશરે ચારથી -પાંચ કલાકની મહા જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.જો કે આગ પર કાબુ મેળવવા ફાયર ના જવાનોને નવ નેજા પાણી આવી ગયા હતા.પરંતુ આગ પર કાબુ મેળવી લેવાતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.ભીષણ આગ ની ઘટના ના પગલે દીજીવીસીએલ દ્વારા સમગ્ર જીઆઇડીસી વિસ્તારમાં પાવર સાપ્લાય બંધ કરી દેવાયો હતો.જ્યાં મિલ માં લાગેલી આગ પર કાબુ મેળવવા ચારે તરફથી ફાયર ના જવાનો દ્વારા પાણીનો સતત ફોમ ચલાવવામાં આવ્યો હતો.ભીષણ અગ્નિ ઘટના માં લાખોના નુકશાન નો અંદાઝો પણ સેવાઇ રહ્યો છે...

Conclusion:સુરત ફાયર વિભાગ દ્વારા શહેરમાં આવેલ મોલ,કોમ્પ્લેક્ષ,સહિત શોપિંગ સેન્ટરો માં ફાયર સેફટી મુદ્દે સતત ચેકીંગ હાથ ધરી નોટિસ બજાવવામાં આવી રહી છે.જે સંસ્થાઓ ફાયર સેફટી મુદ્દે ઉદાસીન વલણ દાખવી રહી છે ,તેવી સંસ્થાઓ ને શીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.પરંતુ ફાયર વિભાગ જાણે પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ડાઈગ મિલો ને છાવરી રહી હોય તે પ્રમાણેની માહિતી હાલ સપાટી પર આવી રહી છે.ફાયર વિભાગ જો શિલિંગ ની કાર્યવાહી કરી રહી છે તો પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી અસંખ્ય ડાઈગ મિલો માં તપાસ શા માટે કરી રહી નથી.તે એક મોટો સવાલ હાલ ઉપસ્થિત  થઈ રહ્યો છે..

બાઈટ - બસંત પરીખ( સુરત ફાયર વીભાગ ચીફ ઓફિસર)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.