સુરત : શહેરમાં ફરી એક વખત ફી મુદ્દે શાળાની મનમાની સામે આવી છે. હંમેશા વિવાદોમાં રહેનાર શહેરની અઠવા લાઇન્સ વિસ્તાર ખાતે આવેલી સેવન ડે શાળાના સંચાલકો દ્વારા આઠ વિદ્યાર્થીનીઓને લિવિંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યા છે. જેના કારણે વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓ શાળાની બહાર ધરણા પર બેસી ગયા હતા અને ત્યારબાદ હોબાળો થયો હતો. પોતાના ભવિષ્યની ચિંતાને લઈને વિદ્યાર્થીનીઓની આંખ ભીંજાઈ ગઈ હતી. તેઓ સતત રડી રહી હતી.
આખી ફી ભરી દીધી : વાલીઓએ આરોપ લગાવ્યો છે કે, ફી બાકી હોવાના કારણે શાળા સંચાલકો દ્વારા આઠ વિદ્યાર્થીનીઓને એલસી આપવામાં આવ્યા છે. હાલમાં ડીઓ તરફથી આદેશ આપવામાં આવ્યો હતો કે જે પણ બાકીની ફી છે તે શાળાને આપવામાં આવેલા ડોનેશનમાંથી સરભર કરી લેવામાં આવે. જેથી માત્ર પાંચથી દસ હજાર ફી જ બાકી છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેઓ એ આખી ફી પણ ભરી દીધી છે. તેમ છતાં વિદ્યાર્થીનીઓની ભવિષ્યની ચિંતા કર્યા વગર શાળાએ એલસી આપી દીધું છે.
આ પણ વાંચો : Rajkot News: ગાંધીજીની ડિગ્રી વિવાદ વચ્ચે રાષ્ટ્રીય શાળાના ટ્રસ્ટીએ કહ્યું, LGને ઇતિહાસની ખબર નથી
90 ટકાથી વધારે માર્ક્સ લાવનાર તમામ વિદ્યાર્થીની : શાળાની બહાર પોતાના વાલીઓ સાથે ધરણા પર બેસેલી વિદ્યાર્થીનીઓ સતત રડી રહી હતી. તેઓને પોતાના ભવિષ્યની ચિંતા હતી. 90 ટકાથી વધારે માર્ક્સ લાવનાર તમામ વિદ્યાર્થીનીઓના ભવિષ્યમાં શું થશે? તે અંગે શાળા સંચાલકો કશું કહેવા માંગતા નથી.એક વિદ્યાર્થીનીને તેના જન્મદિવસ પર જ શાળા તરફથી એલસી આપી દેવામાં આવ્યું છે. શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે જ્યારે ઘર્ષણ સર્જાયું, ત્યારે આ દ્રશ્યો વિદ્યાર્થીનીઓએ આંખે જોયા હતા. જેથી તેમની માનસિક પરિસ્થિતિ પર પણ અસર જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Junagadh News : ગણિત શીખવવાનો જૂનાગઢના શિક્ષકનો સંગીતમય પ્રયાસ, વિદ્યાર્થીઓ હોશેહોંશે શીખે છે અટપટું ગણિત
શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ તેમને એલસી : તો બીજી તરફ શાળા તરફથી તેમના લીગલ એડવાઇઝર પ્રણય રાજપૂતે જણાવ્યું હતું કે ,ફી મુદ્દે વાલીઓને સાત વખત નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં તેઓ એ ફી ભરી ન હતી. અમે શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ જ તેમને એલસી આપ્યા છે. જેથી તેઓ અન્ય શાળામાં એડમિશન સહેલાઈથી મેળવી શકશે અને આ તમામ પ્રકરણને લઈને હાલ અમે હાઇકોર્ટમાં ગયા છીએ. શિક્ષણ અધિકારી તરફથી પણ અમને ત્રણ વખત જે લેખિત પરિપત્ર આપવામાં આવ્યો છે. તેને લઈને અમે હાઈકોર્ટ ગયા છે. કોરોના કાળ વખતે પણ અમે અનેક વિદ્યાર્થીઓની ફી માફ કરી છે.
સ્કૂલ વિરુદ્ધ પગલાં ? : સુરતમાં આઠ વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ શાળાએ આપતા સમગ્ર મામલાને પડકાર ગાંધીનગરમાં પડ્યા છે. જેમાં રાજ્ય સરકારના પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ બાબતે શાળાએ પોતાના મનસુખી રીતેનો નિર્ણય કર્યો હશે તો શાળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.