સાધિકા સાથે દુષ્કર્મ કેસમાં સંભવિત ચુકાદો 26મી એપ્રિલે આવી શકે છે. નારાયણ સાંઈ અને આસારામ વિરૂદ્ધ સુરતની બંને બહેનો દ્વારા નોંધાવવામાં આવેલ આ કેસ 10 વર્ષ જુનો છે. પોલીસે પીડિત બહેનોનું નિવેદન અને લોકેશન પરથી મળેલા પુરાવાઓના આધારે આ કેસ નોંધ્યો હતો.
નાની બહેને પોતાના નિવેદનમાં નારાયણ સાંઈ વિરૂદ્ધ મક્કમ પુરાવાઓ આપતા આશ્રમના દરેક લોકેશનને ઓળખી બતાવ્યું હતું. આ મામલે FIR દાખલ થતાંની સાથે જ નારાયણ સાંઈ અંડરગ્રાઉંડ થઈ ગયો હતો. તે પોલીસથી બચવા સતત પોતાનું લોકેશન બદલી રહ્યો હતો. સુરતના તત્કાલિન પોલીસ કમિશ્રનર રાકેશ અસ્થાનાએ નારાયણ સાંઈની ધરપકડ કરવા જુદી જુદી 30 ટીમો બનાવી હતી. આખરે 58 દિવસ બાદ હરિયાણા કુરુક્ષેત્ર ખાતેથી કારમાંથી નારાયણ સાંઈની ધરપકડ કરવામાં આવી હતી. જે સમયે લંપટ નારાયણ સાંઈની ધરપકડ કરવામાં આવી તે સમયે તે શીખનો વેશમાં હતો.
નારાયણ સાઈ કેસ હાઇલાઈટ...
- નારાયણ સાંઈ અને આસારામ વિરૂદ્ધ સુરતની બંને બહેનો દ્વારા નોંધાવવામાં આવેલો આ કેસ 10 વર્ષ જુનો છે.
- પોલીસે પીડિત બહેનોનું નિવેદન અને લોકેશન પરથી મળેલા પુરાવાઓના આધારે આ કેસ નોંધ્યો હતો. નાની બહેને પોતાના નિવેદનમાં નારાયણ સાંઈ વિરૂદ્ધ મક્કમ પુરાવાઓ આપતા આશ્રમના દરેક લોકેશનને ઓળખી બતાવ્યું હતું.
- સમગ્ર કેસમાં ફરિયાદી તરફથી 53 જેટલા સાક્ષીઓની અને બચાવપક્ષ તરફથી 12 જેટલા સાક્ષીઓની તપાસ અને ઊલટ તપાસ થઈ છે. જેમાં નારાયણ સાઈ પત્નિ જાનકીએ પણ સાક્ષી છે.
- 3000 હજાર પાનાના દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી છે.
- આ મામલે FIR દાખલ થતાંની સાથે જ નારાયણ સાંઈ અંડરગ્રાઉંડ થઈ ગયો હતો.
- નારાયણ સાંઈ પોલીસથી બચવા સતત પોતાનું લોકેશન બદલી રહ્યો હતો. સુરતના તત્કાલિન પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ નારાયણ સાંઈની ધરપકડ કરવા જુદી જુદી 30 ટીમો બનાવી હતી.
- આખરે 58 મહિના બાદ નારાયણ સાંઈની હરિયાણા ના કુરુક્ષેત્ર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.
- જે સમયે લંપટ નારાયણ સાંઈની ધરપકડ કરવામાં આવી તે સમયે તે શીખનો વેશમાં હતો.
- નારાયણ સાઈ સામેનો દુષ્કર્મ કેસ નબળો કરવા તેના સાધકો દ્વારા કેસ સાથે સંકળાયેલા પુરાવા ફોડવા માટે 13 કરોડની લાંચ આપવાનુ કાવતરું ઘડવામાં આવ્યુ હતું પણ તે સુરત પોલીસે નિષ્ફળ બનાવ્યુ હતું. જે બાબતમાં PSI ચંદુ કુંભાણી અને નારાયણ સાંઈ સહિત 13 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. હાલ આ કેસ માટે ED દ્વારા એક અરજી કરવામાં આવી છે જેમાં હાલ સુનાવણી ચાલી રહી છે.
- આ કેસ બાદ ત્રણ સાક્ષીઓ ઉપર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યું છે જેમાં પીડિતાના પતિ પણ સામેલ છે.
- તપાસ અધિકારી DCP શોભા ભૂતડા ને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી અને આરોપીને મધ્યપ્રદેશના ભોપાલ થી ઝડપી પાડવામાં આવ્યા હતા.