- મહુવાના આંગલધરા ગામ નજીક કાર વૃક્ષ સાથે ટકરાતા ત્રણના મોત
- કારમાં સવાર પાંચ લોકોમાંથી બે લોકો ઇજાગ્રસ્ત
- કાર ચાલકે કાર પરથી કાબૂ ગુમાવતા અકસ્મીત
સુરતઃ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કંબોયા ગામના ગામે રહેતો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો(Surat Municipal Corporation ) કર્મચારી અને તેના 4 મિત્રો લગ્નમાં હાજરી આપીને પરત આવતા હતા. પાછા ફરતી વખતે મહુવા તાલુકાના તરકાણી ગામે રાત્રીના 1.30 વાગ્યાની આસપાસ મહુવા તાલુકાના આંગલધરા ગામ નજીકથી પસાર થતી વખતે કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો (Surat road accident) . બેકાબુ બનેલી કાર રોડને કિનારે આવેલ વૃક્ષ સાથે ( car collided with a tree)ધડાકાભેર અથડાઇ હતી.
સ્થાનિકોએ બચાવ કામગીરી કરી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા
સ્થાનિક ગ્રામજનો અને અન્ય વાહનચાલકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. જેમાં બે યુવકોના સ્થળ પર જ મૃત્યુ થયા જ્યારે 3 ગંભીર રીતે ઘાયલ થયા હતાં. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન વધુ એક યુવકનું મૃત્યુ નિપજ્યુ હતું. જ્યારે અન્ય બે યુવકો સારવાર હેઠળ છે. આ બનાવ અંગે અનાવલ આઉટપોસ્ટ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કરુણ બનાવ સાથે જ સમગ્ર વિસ્તારમાં શોકનો કાલીમાં છવાઈ ગઈ હતી.
આ પણ વાંંચોઃ Indian citizen: 24 પાકિસ્તાનીઓને નાગરિકતા પત્ર એનાયત, બન્યા ભારતીય નાગરિક
આ પણ વાંંચોઃ Uttar Pradesh Assembly Election 2022: ભાજપે 71 બેઠકોની જવાબદારી ગુજરાતના નેતાઓને સોંપી, 165 કાર્યકરો પ્રચારમાં જશે