ETV Bharat / state

સુરતમાં 4 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસે કરી SITની રચના - SIT

સુરત: સુરતના સચીન વિસ્તારમાં 4 વર્ષની બાળકી પિતા સાથે રામલીલા જોવા ગઈ હતી. રામલીલામાં આરતી બાદ બાળકી ગાયબ થઈ ગઈ હતી. બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ પણ આચર્યુ હોવાનું સામે આવ્યું હતું. દુષ્કર્મ આચર્યાં બાદ બાળકીને તેના ઘરની નજીક મૂકી આરોપી ફરાર થઇ ગયો હતો. આરોપી CCTVમાં કેદ થયો હતો. આ ઈસમ ઘટના સ્થળે સફેદ રંગનું શર્ટ પહેરી ઘટનાસ્થળ પરથી પસાર થતો જોવા મળ્યો હતો. પોલીસ આ કેસમાં SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરી છે.

surat
સુરત
author img

By

Published : Dec 18, 2019, 1:28 PM IST

હાલમાં બાળકીની સારવાર સુરતની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે બાળકીને ગંભીર ઇજાઓ થઇ છે. નરાધમના નખના નિશાન બાળકીના શરીર ઉપર મળી આવ્યા છે. માત્ર ચાર વર્ષની બાળકી સાથે આટલી હદે ક્રુરતા કરનાર એક શંકાસ્પદ ઈસમ CCTV કેમેરામાં કેદ થયો છે. જેના આધારે પોલીસ તેની શોધખોળ કરી રહી છે. CCTV ફૂટેજમાં જોવા મળે છે કે, એક ઈસમ સફેદ રંગના શર્ટમાં ઘટના સ્થળ પાસેથી પસાર થઈ રહ્યો છે. પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વ્યક્તિની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

આ કેસની વધુ તપાસ માટે સુરત પોલીસ કમિશનર દ્વારા SITની રચના કરવામાં આવી છે. પોલીસે CCTVને આધારે નરાધમનો સ્કેચ તૈયાર કર્યો છે. સુરત પોલીસે 25 જેટલી અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસની હાથ ધરી છે. આ સિવાય પોલીસે રામલીલા થિયેટરના CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Intro: સચિન જી.આઈ.ડી.સી પિતા સાથે રામલીલા જોવા ગયેલી ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી,આ મામલે સુરત પોલીસે તપાસ કરતા એક ઈસમ સીસીટીવી માં કેદ થયો હતો.સીસીટીવી ફૂટેજ માં આ ઈસમ ઘટના સ્થળે સફેદ રંગ નું શર્ટ પહેરી ઘટના સ્થળ પર થી પસાર થતો જોવા મળ્યો હતો.

Body:બાળકીની સારવાર સુરતની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. ડોક્ટરો મુજબ તેને ગંભીર ઇજાઓ પણ થઇ છે નરાધમના નખના નિશાન બાળકીના શરીર ઉપર મળી આવ્યા છે. માત્ર ચાર વર્ષની બાળકી સાથે આટલી હદે ક્રૂરતા કરનાર એક શંકાસ્પદ ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. જેના આધારે પોલીસ તેની શોધખોળ કરી રહી છે. Conclusion:આ ઘટના ની વધુ તપાસ માટે સુરત પોલીસ કમિશનર દ્વારા SIT ની રચના કરવામાં આવી છે,પોલીસે સીસીટીવી ને આધારે નરાધમ નો સ્કેચ તૈયાર કર્યો છે.સુરત પોલીસે 25 જેટલી અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસની ધમધમાટ શરૂ કરી દીધો છે આ સિવાય પોલીસે રામલીલા થિયેટરના સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.