સુરત: ક્યારેક સમાજમાં એવા કિસ્સા બને છે કે, જેમાં મિત્રતા સામે પણ મોટા સવાલ થાય છે. મિત્રએ જ મિત્રની માનસિક રીતે દિવ્યાંગ દીકરીને પોતાની હવસનો ભોગ બન્યો હતો. રાંદેર પોલીસ ટીમે આ નરાધમની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે. અવારનવાર ઘરે આવતા મિત્રએ નાસ્તો આપવાના બહાને માનસિક રીતે દિવ્યાંગ દીકરી પર દાનત બગાડી હતી. અવારનવાર આવી જ રીતે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. જેના કારણે તે ગર્ભવતી થઈ ગઈ હતી. આ વાત જ્યારે પરિવારને ખબર પડી ત્યારે પરિજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ.
દાનત બગડી: સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા ભાઈ ફેબ્રીકેશન ધંધા સાથે સંકળાયેલા છે. પીડિતાના પિતા સાથે તેની મિત્રતા હતી. પીડિતા માનસિક દિવ્યાંગ હતી. તેના પિતાના મિત્રતાના સંબંધે તે અવાર નવાર ઘરે આવતો હતો. મિત્ર ની માનસિક દિવ્યાંગ દીકરીને જોઈ તેની દાનત બગડી હતી. ક્યારે તે ઘરે નાસ્તો આપવાના બહાને આવતો હતો. મિત્રની દીકરી પર દાનત બગાડતો હતો. આરોપી નવીન જ્યારે એકવાર પોતાના મિત્રના ઘરે આવ્યો હતો. ત્યારે તેમની દીકરી એકલી હતી. ત્યારે તેની એકલતાનો લાભ ઉઠાવીને મિત્રની દીકરીના અંદરના રૂમમાં ખેંચી ગયો હતો. ત્યારબાદ બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યો હતો.
હેવાન નીકળ્યો: અવારનવાર આવી જ રીતે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. જેના કારણે તે ગર્ભવતી થઈ ગઈ હતી. પરિવારને ત્યારે ખબર પડી જ્યારે તેને છ માસનો ગર્ભ રહી ગયો અને તેને બતાવવા માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ડોક્ટરએ જ્યારે જાણ કરી કે માનસિક દિવ્યાંગ દીકરી ગર્ભવતી છે. ત્યારે જે પરિવારના સભ્યોને ખબર પડી કે જેને તેઓ મિત્ર માની રહ્યા હતા તે જ હેવાન નીકળ્યો છે. પીડિત યુવતીના પિતાએ આ સમગ્ર મામલે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો Surat Crime : સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાને લઇ આધેડે પ્રતિકાર કરતા થઇ હત્યા
આરોપીની ધરપકડ: રાંદેર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એ.એસ.સોનારાએ જણાવ્યું હતું કે, પીડિત ના પિતા તરફથી ફરિયાદ આપવામાં આવી હતી. ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી તરફથી જણાવવામાં આવ્યું છે કે આરોપી તેના મિત્ર હતા. અવારનવાર તેમના ઘરે આવતા હતા. જ્યારે ખબર પડી કે યુવતી ગર્ભવતી છે. ત્યારે તેની પૂછપરછ પરિવાર તરફથી કરવામાં આવી હતી. તેને જણાવ્યું હતું કે કાકા બળજબરીપૂર્વક તેને લઈ જતા હતા અને દુષ્કર્મ ગુજાર્યો હતો. એટલું જ નહીં રાંદેર ખાતે આવેલા એક ગાર્ડનમાં પણ તેને લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યો હતો.