ETV Bharat / state

Surat Rape Case: કપલ બોક્સમાં PCRના પૂર્વ ડ્રાઇવરે પરિણીતા સાથે આચર્યું દુષ્કર્મ - પીસીઆર ડ્રાઇવર કપલ બોક્સમાં દુષ્કર્મ

સુરતમાં પીસીઆરના પૂર્વ ડ્રાઇવરે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ સામે આવી છે. પરિણીતા સાથે દુષ્કર્મ આચરીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર આ કૃત્ય કરતો હતો. અંતે પરિણીતા કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Surat Crime : કપલ બોક્સમાં PCRના પૂર્વ ડ્રાઇવરે પરિણીતા સાથે આચર્યું દુષ્કર્મ

author img

By

Published : Mar 3, 2023, 12:44 PM IST

સુરત : પીસીઆરના પૂર્વ ડ્રાઇવરે સીંગણપુરની પરિણીતા પર કપલ બોક્સમાં દુષ્કર્મ કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પરિણીતા સાથે ફેસબુક પર મિત્રતા કરી ત્યારબાદ પ્રેમમાં ફસાવી આરોપીએ આ ગુનો આચાર્યો હતો. આરોપી અવારનવાર પરિણીતાને શારીરિક સંબંધ બાંધવા માટે બ્લેકમેલ પણ કરતો હતો.

શું છે સમગ્ર મામલો : સુરત શહેરના સીંગણપુર ખાતે આવેલા હરીદર્શનના ખાડા વિસ્તારમાં સુમન પ્રતિક આવાસમાં રહેતા પીસીઆરના પૂર્વ ડ્રાઈવર મયુર નાવડીયા સામે પરિણીતા સાથે કપલ બોક્સમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે. આરોપી મયુર નાવડીયા પર આરોપ છે કે, તેણે સિંગણપુર વિસ્તારમાં રહેતી એક પરિણીતા સાથે પહેલા ફેસબુક મારફતે મિત્રતા કરી હતી અને ત્યારબાદ તેને કપલ બોક્સમાં લઈ જઈ દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો : Vadodara Crime : વાઘોડિયામાં સંબંધોને કલંકિત કરતી દુષ્કર્મની ઘટના બહાર આવી

દુષ્કર્મ બાદ પરિણીતાને તરછોડી : આરોપી મયુર પ્રવીણ નાવડીયા બે વર્ષથી ફેસબુક મારફતે પરીણિતાના સંપર્કમાં હતો. બંને ફેસબુક પર ચેટ કરતા હતા અને ત્યારબાદ પરિણીતાને મળવા માટે કપલ બોક્સમાં બોલાવી હતી. દુષ્કર્મ ગુજાર્યો હતો. દુષ્કર્મ બાદ પરિણીતાને તરછોડી દેવાઈ હતી. આ દરમિયાન દુષ્કર્મ સમયે લેવાયેલા ફોટાથી તે ફરિયાદીને બ્લેકમેલ પણ કરતો હતો. એટલું જ નહીં આ ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. તેને બ્લેકમેલ કરી અવારનવાર બોલાવીને શારીરિક સંબંધ પણ બાંધતો હતો. જેનાથી પરિણીતા કંટાળી ગઈ હતી અને આ અંગેની જાણ પરિવારને કરી હતી. આખરે ફરિયાદીએ સિંગણપોર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીએ છે કે, આરોપી અગાઉ પોલીસની જ પીસીઆર વાનનો ડ્રાઈવર હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad Crime : પોલીસની ઓળખ આપી મહિલા સાથે મિત્રતા કરી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો

પરિણીતાએ પોતાના પરિવારને જાણ કરી : હાલ આ બનાવની તપાસ PSI એમ.કે.ગલ જણાવ્યું હતું કે, પરિણીતા અને આરોપી વચ્ચે સોશિયલ મીડિયા થકી મિત્રતા થઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે ઘનિષ્ઠતા આવી હતી. ફરિયાદી મુજબ તેને કપલ બોક્સમાં લઈ જઈશ શારીરિક સંબંધ બાંધી તેના ફોટા પાડી લીધા હતા અને ત્યારબાદ આ જ ફોટા મારફતે પરીક્ષાને બ્લેકમેલ કરી અવારનવાર શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. આ અંગે કંટાળીને પરિણીતાએ પોતાના પરિવારને જાણ કરી હતી અને આખરે તેઓએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.