સુરત : શહેરમાં વધુ એક સગર્ભા મહિલાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થવાની ઘટના સામે આવી છે. શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલા સરસ્વતી નગરમાં રહેતા 33 વર્ષીય રમશે તિલમરે જેઓ ઓટો રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પત્ની રત્ન રમશે તિલમરે જેઓ સાડી ફોલ ટીચર કરી પરિવારને આર્થિક મદદ રૂપ થતી હતી. તેઓને આજે વહેલી સાવરે વોસરૂમ ગયા બાદ અચાનક ગભરામણ થતાં તેઓ બેભાન થઇ ગયા હતા.
પરિવાર શોકમાં ગરકાવ : પત્ની બેભાન થતા તેમને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. જોકે આ રીતની ઘટના બનતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ડોક્ટરે મૃત્યુનુ સાચું કારણ જાણવા માટે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.
આ મારા નાના ભાઈની પત્ની હતી. જેઓને આજે સવારે 7:45 વાગ્યાની આસપાસ ફ્રેશ થવા ગયા હતા અને ત્યાંથી આવ્યા બાદ તેમને ખૂબ જ ગભરામણ અને પરસેવો થઈ ગયો હતો. તે સાથે જ બેભાન થઈ ગયા હતા. જોકે તેમને કોઈપણ બીમારી પણ ન હતી. તેઓને પ્રેગ્નન્ટ હતા. હાલ ચોથો મહિનો ચાલી રહ્યો હતો. તેમને હાર્ટ એટેક આવ્યો હોય તેવું હોય શકે છે. અમે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા તો ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. તેમની આ બીજી પ્રસૂતી હતી. તેમની 27 જેટલી ઉંમર હતી. - રિતેશ તિલમર (મૃતક મહિલાના સંબંધી)
આ પહેલા પણ ઘટના : ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પેહલા લિંબાયત વિસ્તારમાં આ જ પ્રકારની ઘટના સામે આવી હતી. 23 વર્ષીય મહિલાને વહેલી સવારે વોસ ગયા બાદ તેઓને છાતીમાં દુખાવો થયો હતો અને બેભાન થઈ ગયા હતા. તેઓને 6 માસનો ગર્ભ હતો.
Surat News : એક જ રાતમાં સચીનમાં બે વ્યકિતના હાર્ટએટેકથી મોત, સુરતમાં અચાનક મોતનો સિલસિલો યથાવત
Surat news : સુરત શહેરમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા થયું મોત
Surat News : સુરતમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનાર વેવાઈનો મૃતદેહ જોઈને વેવાણને પણ આવ્યો એટેક