સુરત રાંદેર વિસ્તારમાં મે મહિનામાં વોચમેનની હત્યા કેસમાં પોલીસે મધ્યપ્રદેશથી બે આરોપીઓની ધરપકડ કરી છે. હત્યા કર્યા બાદ આરોપીઓ મધ્યપ્રદેશ નાસી ગયા હતા અને ત્યાં ધાડ કરવાની યોજના બનાવી હતી. પરંતુ પોલીસે ધરપકડ કરી એમપીની ધાર જેલમાં મોકલી આપ્યા હતા. આ બ્લાઇન્ડ કેસમાં સુરત પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, પૈસાની લેતીદેતીમાં તેઓએ વોચમેનની હત્યા કરી હતી. એમપીની ધાર જેલમાંથી આરોપીઓની ધરપકડ કરી સુરત પોલીસનો મોટી સફળતા મેળવી છે.
હત્યારાઓ લૂંટના પ્લાનિંગ સાથે મજૂરી કામ પર આવતાં અલગ અલગ રાજ્યોમાં ધાડ અને લૂંટ તેમજ હત્યાના ગુનામાં સામેલ એવા ગેંગના બે સાગરીતોને સુરત ક્રાઈમ બ્રાન્ચે રાંદેર વિસ્તારમાં થયેલી વોચમેનની હત્યા કેસમાં ઝડપી પાડ્યા છે. મધ્ય પ્રદેશના આ બન્ને રીઢા આરોપીઓ સુરતમાં મજૂરી કામ માટે આવ્યા હતા. આ લોકો નવી જગ્યાએ જઈ મજૂરી દરમિયાન તેઓ આસપાસના વિસ્તારોમાં રેકી કરતા હતા અને જે તે વિસ્તારમાં લૂંટ અને ધાડની ઘટનાઓને અંજામ પણ આપતા હતા. સુરત આવ્યા પછી તેઓએ એક વોચમેન સાથે મિત્રતા કેળવી તેની સાથે પૈસાની લેતીદેતીમાં બોલાચાલી થઈ હતી અને બાદમાં તેની હત્યા કરી તેઓ ત્યાંથી ત્યાંથી છૂટ્યા હતા.
આ પણ વાંચો હત્યા કેસમાં બે આરોપીઓ ઝડપાયા, કોન્ટ્રાક્ટરના ઝઘડામાં લેવાયો હતો ભોગ
બ્લાઈન્ડ કેસ હતો સુરતના રાંદેર વિસ્તારમાં પે એન્ડ યુઝ શૌચાલયના ચોકીદારની મે મહિનામાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવને લઈને રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે પોલીસ માટે આ ટોટલી બ્લાઈન્ડ કેસ હતો. બાદમાં પોલીસ દ્વારા શૌચાલયની આસપાસના તમામ લોકોને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન પોલીસને ચોકીદારની પંકજ રાઠોડ અને શિવા ચૌહાણ સાથે બોલાચાલી થઇ હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસની એક ટીમ એમપી ખાતે રવાના થઈ હતી જ્યાં પોલીસને જાણ થઈ હતી કે ધાડ અને લૂંટના ગુનામાં આ બંને એમપીની જેલમાં બંધ છે. જેથી પોલીસે જેલની અંદર જઈ આ બંને શખ્સોની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેઓએ એ વાતની કબુલાત કરી હતી કે વોચમેન સાથે તેઓ રોજ ખાતાપીતા હતાં. જોકે બંને વચ્ચે પૈસાની લેતીદેતીમાં બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયાર વડે વોચમેનની હત્યા કરી ત્યાંથી નાસી છૂટ્યા હતા.
આ પણ વાંચો Limbdi Court Judgment : પુત્રની હત્યાના કેસમાં સાવકી માતા આજીવન ગણશે જેલના સળીયા
પંકજ રાઠોડ વિરુદ્ધ નવ ગુનાઓ આ સમગ્ર ઘટના અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું, એમપી ખાતે પહોંચીને તેઓ ધાડ અને લૂંટ કરવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન જ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપી પંકજ રાઠોડ વિરુદ્ધ નવ ગુનાઓ અને શિવા સામે ત્રણ જેટલા ઢાળ લૂંટ તેમજ હત્યાના ગુના નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ શરૂઆત ના સમયે જે તે વિસ્તારમાં મજૂરી માટે જતા હતા અને બાદમાં આસપાસના વિસ્તારમાં રેકી કરી ધાડ અને લૂંટની ઘટનાને અંજામ પણ આપતા હતા. હાલ તો પોલીસે આ સમગ્ર બનાવવામાં બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.