સુરત: કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશભરમાં 21 દિવસનું લૉકડાઉન છે. બુધવારે લૉકડાઉનનો પંદરમો દિવસ છે અને છેલ્લા પંદર દિવસ દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા આશરે 7 હજારથી વધુ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. બિનજરૂરી રીતે બહાર નીકળતા લોકો સામે શહેર પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જ્યારે સોસાયટીઓમાં ટોળું વળી ભેગા થતાં લોકો સામે પણ ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. ડ્રોન કેમેરાના માધ્યમથી પ્રતિદિવસ દસ જેટલા ગુના લૉકડાઉનનો ભંગ કરનારા સોસાયટીઓમાં ભેગા થતા ટોળા સામે નોંધવામાં આવી રહ્યા છે.
સુરતમાં લૉકડાઉનનો બુધવારે પંદરમો દિવસ છે અને લોકો દ્વારા હાલ સારો સાથ સહકાર અને સહયોગ શહેર પોલીસને આપવામાં આવી રહ્યો છે. જો કે, કેટલાક લોકો એકલ-દોકલમાં ઘરોની બહાર બિનજરૂરી રીતે નીકળી રહ્યા છે. જે લોકો સામે શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત પોલીસ દ્વારા હમણાં સુધી આશરે 7 હજાર જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. જ્યારે બિનજરૂરી રીતે બહાર નીકળતા લોકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. જાહેરનામાના ભંગની 304 ફરિયાદ નોંધાઇ છે. જ્યાં ૪૭૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી જાહેરનામા ભંગની 1840 ફરિયાદો નોંધાઇ છે. જેમાં 3118 લોકોની ધરપકડ કરાઈ છે.
ટેકનિકલ સર્વેલન્સથી 501 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બિનજરૂરી વાહન લઇને ફરનારા લોકોના 1540 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 7464 વાહનો કબ્જે કરાયા છે.