ETV Bharat / state

Surat News : સુરત ઉધના રેલવે સ્ટેશન ઉપર ચાલુ ટ્રેનમાં ચડવા જતા યુવકનો પગ કપાઈ જતા મોત - નવી સિવિલ હોસ્પિટલ

સુરત શહેરના ઉધના રેલવે સ્ટેશન ઉપર ચાલુ ટ્રેનમાં ચડવા જતા યુવકનો પગ કપાઈ જતા મોત થઈ ગયું છે. જોકે હાલ આ મામલે રેલ્વે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત થયું છે.

Surat News :  સુરત ઉધના રેલવે સ્ટેશન ઉપર ચાલુ ટ્રેનમાં ઉતરવા જતા યુવકનો પગ કપાઈ જતા મોત

author img

By

Published : Mar 13, 2023, 3:47 PM IST

ઘટનાના સીસીટીવી સામે આવ્યાં છે

સુરત : સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા યુવકનો પગ કપાઈ જતા મોત થવાની ઘટના સામે આવી છે. ઉધના રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 3 ઉપર એક યુવક ચાલુ ટ્રેનમાં ચડવા જતા તેનો પગ નીચે આવી જતા કપાઈ ગયો હતો. જેથી તેમને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બયુલેન્સમાં નવી સિવિલ હોસ્પિટલ લઇ આવામાં આવ્યો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જોકે હાલ આ મામલે નવી સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા ઉંધના રેલ્વે પોલીસને જાણ કરી દેવામાં આવી છે. ઉધના રેલ્વે પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.ઘટનાના સીસીટીવી સામે આવ્યાં છે.

સરકારને વિનંતી છે કે અમને કોઈ વળતર આપવામાં આવે

આ પણ વાંચો ટ્રેનમાંથી ઊતરતી વખતે પ્રવાસીનો પગ લપસ્યો, રેલવે કર્મચારીએ બચાવ્યો જીવ

યુવક સંબંઘીઓને ટ્રેનમાં બેસાડવા માટે ઉપર ચડ્યો હતો : આ બાબતે મૃતકના સંબંધી અફસર ખાને જણાવ્યું કે, અમારે ત્યાં ઘરમાં પ્રોગ્રામ હોવાને કારણે મહેમાન આવ્યા હતા અને મહેમાનને છોડવા માટે તેઓ ઉધના રેલ્વે સ્ટેશન ઉપર ગયા હતાં. ત્યાં પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર પાલદી મેમોના ચાલુ ટ્રેનમાં તેઓ ચાલુ ટ્રેનમાં ચડવા જતા વખતે તેમનો પગ આવી જતા પગ કપાઈ ગયો હતો. જેથી તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતા અને અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. સરકારને વિનંતી છે કે અમને કોઈ વળતર આપવામાં આવે. કારણ કે તેઓ માર્કેટમાં હાથ મજૂરીનું કામ કરે છે. એનું નામ છે ઇમરાનખાન ઇલાયકખાન પઠાણ જેઓ 38 વર્ષના હતા. તેમના પરિવારમાં ચાર બાળકો છે અને તેમની પત્ની છે.

આ પણ વાંચો Surat City Bus News : સુરતમાં સિટી બસે બગાડ્યું જીવન, નીચે ઉતરતી યુવતીના પગ પર ફરી વળ્યા બસના પૈડા

ચાલુ ટ્રેને નીચે ઉતરવા જતા પગ લપસી ગયો : આ બાબતે ઉધના રેલ્વે સ્ટેશન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંપકભાઈએ જણાવ્યું કે, આ ઘટના ગઈકાલે બપોરે 1:00 વાગ્યાના સમય દરમિયાન પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર આ ઘટના બની હતી. આ ઘટનામાં ઇમરાન ખાન પઠાણ જેઓ ઉમરવાડા ભાટેના પાસે રહે છે. જેઓ ગઈકાલે તેમના સંબંધીઓને ટ્રેનમાં બેસાડવા માટે આવ્યા હતા. ત્યારે ટ્રેન ચાલુ હતી ત્યારે ચાલુ ટ્રેનમાં ચડવા જતા તેમનો પગ લપસી પડ્યો હતો અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમનો પગ કપાઈ ગયા હતો.પરંતુ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમનું કઈ રીતે પગ લપસ્યો કે પડ્યા આ મામલે અમે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.