સુરત : સુરત શહેરમાં સતત આપઘાતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજરોજ ફરી પાછી 45 વર્ષીય યુવકે ટીબીની બીમારીથી કંટાળી યુવકે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા મહાદેવનગર રહેતા 45 વર્ષીય વિનોદ કેશવપ્રસાદ ગૌડ જેઓ સંચાના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓએ આજે વહેલી સવારે જ પોતાના ઘરમાં જીવન ટૂંકાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકની પત્નીનું નિવેદન આ બાબતે મૃતક વિનોદની પત્ની બિમલા ગૌડએ જણાવ્યું કે, આ સવારે 4 વાગે જેવું બન્યું હતું. કારણ કે, આ પહેલા 2:00 વાગે ઉઠી હતી ત્યારે તેઓ સુતા હતા. 4 વાગે ઉઠી ત્યારે તેઓ લટકતા જોવા મળ્યા હતા. જે જોઈ મેં બુમાબુમ કરતા પરિવારના લોકો અને સ્થાનિકો આવી ગયા હતા. તેમને છેલ્લા એક વર્ષથી ટીબીની બીમારી હતી અને અહીં જ સિવિલ હોસ્પિટલમાં તેમની ટ્રીટમેન્ટ ચાલતી હતી. અને તેઓ દવાઓ ખાઈને કંટાળી ગયા હતા. આ પહેલા પણ તેમણે ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તે સમય દરમિયાન મારાં નાના છોકરાએ તેમને સમયસર હોસ્પિટલ ગયો હતો જેથી તેઓ બચી ગયા હતા.
આ પણ વાંચો Suicide Case: અમદાવાદમાં કિડનીની બીમારીથી કંટાળી યુવતીએ જીવન ટુંકાવ્યું
બીમારીથી કંટાળી ગયો હતો યુવક મૃતક વિનોદની પત્ની બિમલા ગૌડએ જણાવ્યું કે ગઈકાલે તેઓ અજીબોગરીબ હરકતો કરતા પરંતુ તેઓ શા માટે કરતા હતા તે મને આજે ખ્યાલ આવ્યો છે. વધુમાં જણાવ્યું કે, તેમને ટીબીની બીમારીની દવાઓના રીએક્સન કારણે ખૂબ જ ચીડાઇ પણ ગયા હતા અને વાતે વાતે ગુસ્સો પણ ખૂબ જ આવતો હતો. જેને કારણે તેઓએ બે દિવસ પહેલા તમામ દવાઓ ફેંકી દીધી હતી.અને ગઈકાલે રાતે તેઓ ગામ પણ ફોન કર્યો હતો. અને અજીબોગરીબ વાતો કરી હતી કે, મમ્મી નિકુંજ ધ્યાન રાખશે હવે એમ કહીને ફોન મૂકી દીધું હતું. પરંતુ ત્યારે મને ખ્યાલ ના આવ્યો કે શા માટે આવું બોલી રહ્યા છે.કારણ કે તેઓ ગમે તેમ વાત પણ કરતા હતા. મારે બે છોકરાઓ છે. મોટો છોકરો ગામમાં રહે છે અને નાનો છોકરો અહીં અમારી સાથે રહે છે.
આ પણ વાંચો World tuberculosis day : મુંબઈમાં 5 વર્ષમાં 11 હજાર 769 દર્દીઓ ટીબીથી મૃત્યુ પામ્યા
નાનો પુત્ર અભ્યાસ છોડી નોકરીએ લાગી ગયો હતો પોતાના પિતાની ટીબીની બીમારી હાલત જોઈ નાના દીકરાએ ઘરમાં આર્થિક મદદરૂપ થવા માટે અભ્યાસ છોડી નોકરીએ લાગ્યો હતો. બિમલા ગૌડે વધુમાં જણાવ્યું કે, મારાં સસરાનું અવસાન થઇ ગયા બાદ મોટો છોકરો અનુજ ગામમાં તેની દાદી સાથે જ રહે છે. તે ગામમાં ઓટોરીક્ષા ચલાવે છે.અને અહીંથી તેના પપ્પા જે કમાતા એમથી થોડું ગામ મોકલી આપતાં નાનો છોકરો નિકુંજ 10 પાસ થયા પછી પપ્પાની હાલત જોઈને તેણે અભ્યાસ છોડી દીધો હતો. અને તે ખાનગી મિલમાં કામ કરવા જાય છે. ત્યાંથી જે આર્થિક આવક મળતી તેનાથી અમારું ઘર એના પપ્પાની દવાઓ ચાલતી હતી.