સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં બે લોકો હાથમાં ચિકન પકોડા લઈને ડોક્ટર સામે પહોંચી ગયા હતા. તેમને જોઈ ડોક્ટરો પણ ચોકી ઉઠ્યા હતા. શહેરના સચિન વિસ્તારમાં 20 રૂપિયાના આ પકોડા ખાઈ શ્રમિકોની તબિયત લથડી ગઈ હતી અને તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ પણ સિવિલ હોસ્પિટલ શ્રમિકોની પૂછપરછ કરવા માટે આવી ગઈ હતી.
અમને જાણ થઈ છે કે બે શ્રમિકોની તબિયત ફુટવાઈઝના કારણે લખી છે તેની પાછળનું કારણ શું છે અને તેઓએ કયા લારી પરથી આ ચિકન પકોડા ખરીદ્યા હતા તેની તપાસ અમે કરીશું...ડોક્ટર આશિષ નાયક ( આરોગ્ય વિભાગના અધિકારી, સુરત મનપા )
ચિકન પકોડા ખાઇ તબિયત બગડી : સુરત શહેરના સચિન વિસ્તાર ખાતે આવેલા પાલી ગામમાં બે શ્રમિકોએ ચિકનની લારી પરથી ચિકન પકોડા લીધા હતા અને તેને ખાધા બાદ તેને તેઓને ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી. તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. મૂડી ઉત્તર પ્રદેશના વતની શંભુ રાજભર અને બિહારના વતની વિકાસ પાસવાન સચિન વિસ્તારમાં રહે છે અને કલર કામ કરે છે. તેઓએ ચિકન પકોડા ખાધા ત્યારે તેમને અસર થઈ હતી અને બંને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
પોલીસને જાણ કરાઇ : શંભુ રાજભરે જણાવ્યું હતું કે તેઓએ સચિન વિસ્તાર ખાતે આવેલા શનિ માર્કેટમાંથી ચિકન પકોડા લીધા હતા અને ખાધા પછી તેમને ઉલટીઓ શરૂ થઈ ગઈ. પકોડાની અંદર કીડા અને ઇયળ નીકળ્યાં હતાં. આ માટે તેઓ પોલીસ મથક પણ ગયા હતા. આ વચ્ચે તબિયત વધુ લથડતા તેઓ તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ આવી ગયા હતાં.
ધમકી આપી હતી : જ્યારે અન્ય શ્રમિક બબલુએ જણાવ્યું હતું કે, આ અંગે અમે ચિકન પકોડા વેચનારને જણાવ્યું હતું ત્યારે તેણે અમને મારવાની ધમકી આપી હતી અને કીધું હતું કે જેને બોલવાનું હોય તેને બોલી દેજો. ચિકન પકોડામાંથી કીડો નીકળ્યો હતો જેને લઈને અમે નવી સિવિલ હોસ્પિટલમાં પણ આવ્યા છીએ. જેથી ડોક્ટરો પણ જોઈ શકે કે શેના કારણે અમારી તબિયત લથડી છે.