સુરત : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 30 વર્ષીય યુવકના ડાબા જાંઘમાં 45×30 CM ની ચરબીના કેન્સરની રેર ગાંઠનું સફળ ઓપરેશન કરાયું છે. આ પ્રકારના કેસ એક લાખમાં એકમાં દેખાતી આવી ગાંઠ સમય જતાં થાપા, છાતી અને ફેફસામાં પ્રસરીને અંગ કાપવા સુધીની નોબત લઈ આવે છે અને દર 1 લાખે એકને થતું કેન્સર હોવાનું સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું છે.
દસ મહિનાથી થઇ હતી ગાંઠ : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 30 વર્ષીય યુવકના ડાબા જાંઘમાં 45×30 CMની ચરબીના કેન્સરની રેર ગાંઠનું સફળ ઓપરેશન કરાયું છે. શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા 30 વર્ષીય નરેશ વસાવા જેઓ મૂળ નેત્રંગના છે. તેઓને છેલ્લા દસ મહિનાઓથી પગની જાંઘ પર ગાંઠ લઈને જીવન ગુજારવા મજબુર હતા. અંતે તેઓ બુધવારે સિવિલમાં સારવાર માટે આવ્યા બાદ ચરબીના કેન્સરની ગાંઠ હોવાનું બહાર આવતા તબીબોએ સમયસર ઓપરેશન કરી લાયપો સરકોમા નામના ટ્યૂમરની 3 કિલોની ગાંઠ કાઢી નાંકી હતી. 3 ડોક્ટરોની ટીમ દ્વારા અડધો કલાક સર્જરી કરવામાં આવી હતી. જે થકી 30 વર્ષીય નરેશ વસાવાને નવજીવન મળ્યું છે.
આપણી સિવિલ હોસ્પિટલમાં એક ઓપરેશન કરવામાં આવ્યું છે કે, લાઇપો સાર્કોમા નામનું ટ્યૂમર 1 લાખે એકને થતું કેન્સર છે.સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પહેલીવાર એટલી મોટી ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું છે.આ 30 વર્ષના યુવકમાં જોવા મળ્યું હતું. તેમનું ગઈકાલે ઓપરેશન કરવામાં આવ્યું હતું... ડો.ગણેશ ગોવેકરે રે ( નવી સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ)
ચરબીના કેન્સરની ત્રણ કિલોની ગાંઠ : તેમણે વધુમાં જણાવ્યું કે યુવકની ડાબા જાંઘ પર ગાંઠ હતી. તેઓ બુધવારના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમનું ઓપરેશન હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ગાંઠની સાઈઝ 30 સેન્ટીમીટર જેટલી હોય છે. પરંતુ આ ગાંઠની સાઈઝ ખૂબ જ મોટી હતી. 45×30 CM ની ચરબીના કેન્સરની ત્રણ કિલોની ગાંઠ હતી. ખાનગી હોસ્પિટલમાં આ સર્જરી માટે 1.50 લાખનો ખર્ચ થાય છે પરંતુ સિવિલમાં ફ્રીમાં સર્જરી કરાઈ છે.