ETV Bharat / state

Surat News : બ્રિજમાં તિરાડની ઘટનામાં ટેકનિકલ આસી. દિનેશ લાડ ફરજ મોકૂફ - ગુરુકુળ બ્રિજ

સુરતમાં ગુરુકુળ બ્રિજ જે વેડ વરિયાવ બ્રિજ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે તેમાં તિરાડની ઘટનામાં સુરત મનપા એક્શનમાં દેખાઇ ખરી. ટેકનિકલ આસિસ્ટન્ટ દિનેશ લાડ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યાં છે.

Surat News : ગુરુકુળ બ્રિજમાં તિરાડની ઘટનામાં ટેકનિકલ આસિસ્ટન્ટ દિનેશ લાડ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ

author img

By

Published : Jul 1, 2023, 2:33 PM IST

Updated : Jul 1, 2023, 3:25 PM IST

સુરત : સુરતમાં વેડ વરિયાવ બ્રિજમાં તિરાડ પડવાની ઘટનામાં મનપા દ્વારા હવે એક્શન લેવામાં આવ્યા છે. આ ઘટનામાં મનપા દ્વારા સુપરવાઈઝર જય પ્રીતેશકુમાર પટેલને કારણદર્શક નોટીસ તથા ટેકનિકલ આસિસ્ટન્ટ દિનેશ દલપતભાઈ લાડને તાત્કાલિક અસરથીફરજ મોકૂફ હેઠળ મૂકી તેઓ સામે ખાતાકીય તપાસ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

વેડ વરિયાવ બ્રિજમાં તિરાડ : સુરતમાં 28 જૂન 2023ના રોજ વેડ રોડ અને વરિયાવને જોડતા બ્રિજ પર વરિયાવ ત૨ફ ઉતરતો ડાબી બાજુનાં ટ્રેકમાં રોડના એપ્રોચનાં ભાગે સેટલમેન્ટની ઘટના બની હતી. જેમાં અંદાજિત 3.5 મી. પહોળાઈમાં તથા 30મી. જેટલી લંબાઈમાં રોડનો ભાગ આશરે 4 ઈંચ બેસી જવાને કા૨ણે બીટુમીનસ સ૨ફેસમાં તિરાડ પડી ગઇ હતી. આ ઘટનાને લઈને હવે મનપા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિનેશ લાડ ફરજ મોકૂફ
દિનેશ લાડ ફરજ મોકૂફ

સુરત મનપા એક્શનમાં : ફ૨જ મોકૂફ મનપા દ્વારા આજે બે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં જેમાં સુ૫૨વાઈઝ૨ જય પ્રીતેશકુમાર પટેલ તથા ટેકનિકલ આસિસ્ટન્ટ દિનેશભાઈ દલપતભાઈ લાડ દ્વારા સુપરવિઝનમાં બેદરકારી અને ઉદાસીનતા દાખવી ગંભી૨ ફ૨જચુક કરી હોવાનું માલૂમ પડ્યું હતું. જેને લઇને સુરત મનપા દ્વારા એક્શન લેતાં સુપરવાઈઝર જય પ્રીતેશકુમાર પટેલને કારણદર્શક નોટીસ અને ટેકનિકલ આસિસ્ટન્ટ દિનેશભાઈ દલપતભાઈ લાડને તાત્કાલિક અસ૨થી અમલમાં આવે તે રીતે ફ૨જ મોકુફ કરી તેઓ સામે ખાતાકીય તપાસ ક૨વાનો આદેશ આપવામાં આવ્યો છે.

4 લેન બ્રિજ : ઉલ્લેખનીય છે કે 18 મેના રોજ 118.42 કરોડના ખર્ચે તૈયાર થયેલો વેડ અને વરિયાવને જોડતા દોઢ કિલોમીટર લંબાઈ ધરાવતા વેડ વરીયાવ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 4 લેન બ્રિજથી કતારગામથી વરિયાવ છાપરાભાઠાનું અંતર ત્રીજા ભાગનું થઈ ગયું હતું. 1496 મીટર લંબાઈના વેડ વરિયાવ બ્રિજના ઉપયોગથી વેડથી વરિયાવ સુધીનું અંતર માત્ર દોઢ મિનિટમાં કાપી શકાતું હતું. બ્રિજથી આસપાસના અંદાજે આઠ લાખ નાગરિકોને સરળ અને ટ્રાફિકરહિત આવાગમનનો લાભ મળતો હતો. વેડ વરિયાવ બ્રિજ એ તાપી નદી ઉપરનો 15મો બ્રિજ બન્યો હતો.

  1. Surat Bridge: સુરતમાં ભ્રષ્ટાચારની તિરાડો ખુલ્લી પડી, બ્રિજની ઘટનાને લઈને મનપાએ કંપનીને ફટકારી નોટિસ
  2. Gurukul River Bridge: સુરતના ગુરુકુળ રિવર બ્રિજમાં પડી ભ્રષ્ટાચારની તિરાડો, દોઢ મહિના પહેલા કરાયું હતું ઉદઘાટન
  3. Navsari News : વાંસદામાં 12 ગામને જોડતો મુખ્ય રોડ તૂટ્યો, ચોરવણીના મુખ્ય માર્ગનું વરસાદમાં ધોવાણ

Last Updated : Jul 1, 2023, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.