સુરત: શહેરમાં અલથાણ વિસ્તારમાં 14 વર્ષીય કિશોરને પાણીના પરબ ઉપર પાણી પીવા માટે જતો હતો. એ સમયે એને ક્યાં ખબર હતી કે, પાણીના માધ્યમથી યમરાજાની પધરામણી થવાની છે. એ સમયે ત્યાં વીજળીનો વાયર પડતા શોક લાગી જતા કિશોરનું મોત થઈ ગયું હતું. હાલ આ મામલે અલથાણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
શોકનું મોજુ ફળી વળ્યું: સુરત શહેરમાં અલથાણ વિસ્તારમાં 14 વર્ષીય કિશોરનું શોક લાગતા મોત થવાની ઘટના સામે આવી છે. શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ સ્વર્ણભૂમિ સાઈડ ઉપર રહેતો 14 વર્ષીય વિક્રમ મનજીભાઈ પટેલ જેઓ પોતાના ભાઈના છોકરાને રમાડતા હતા. તે વખતે તે પાણીના પરબ પાસે પાણી પીવા જતા ચાલુ વીજળીનો વાયર પડતા શોક લાગ્યો હતો. પછી કિશોર બેહોશ થઈ જમીન ઉપર પટકાયો હતો.
પોલીસે વધુ તપાસ હાથ ધરી: શોક લાગવાના કારણે તે ગંભીર રીતે દાઝી પણ ગયો હતો. જેથી તેનો ભાઈ અને અન્ય એક વ્યક્તિ દ્વારા વિક્રમને તાત્કાલિક સારવાર માટે ખાનગી ગાડીમાં નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર શિતલે વિક્રમને તપાસી મૃત જાહેર કર્યો હતો. હોળીના તહેવારે પેહલા જ અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજુ ફળી વળ્યું છે.હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજસ્થાન થી સુરત આવ્યો: આ ઘટના બપોરે 12 વાગ્યે બની હતી. મૃતક કિશોરનું નામ વિક્રમ મનજીભાઈ પટેલ છે. જેઓ 14 વર્ષના હતા. તેઓ મૂળ રાજસ્થાનના ભીલવાડા ગામના છે.જેઓ પોતાના મોટાભાઈ જોડે અલથાણ વિસ્તારમાં આવેલ સ્વર્ણભૂમિ સાઈડ ઉપર રહેતા હતા.હાલ થોડા દિવસ પહેલા જ રાજસ્થાન થી સુરત આવ્યા હતા--યોગેશભાઈ (પોલીસ કોન્સ્ટેબલ, અલથાણ પોલીસ સ્ટેશન)
તહેવાર માટે જવાનો: વધુમાં જણાવ્યુંકે, મૃતક કિશોરનો મોટો ભાઈ મુકેશ જેઓ છેલ્લા ઘણા સમયથી સુરતમાં રહીને મજૂરી કામ કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે. વિક્રમ થોડા દિવસ પહેલાં સુરત આવ્યો હતો. આવતીકાલે સવારે તેના વતન રાજસ્થાન હોળીનો તહેવાર માટે જવાનો હતો. મોટાભાઈના છોકરાને રમાડી રહ્યો હતો. ત્યારે તે પાણીના પરબ પાસે પાણી પીવા માટે ગયો હતો. વીજળીનો વાયર તેની ઉપર પડતાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો.