સુરત ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં ટેરેસના ભાગનો કાપડના શો-રૂમ તરીકે ઉપયોગ શરૂ કરાયો હતો. માર્કેટના કર્તાહર્તાઓએ ટેરેસના ભાગને પણ દુકાન તરીકે ઉપયોગમાં લેતા વિવાદ સર્જાયો હતો. સમગ્ર વિવાદ સર્જાતા બનાવની જાણકારી સુરત મનપાના કમિશ્નરને આપવામાં આવી હતી. જ્યાં કમિશ્નરના આદેશ બાદ કાર્યવાહીનો દૌર શરૂ થતાં એસટીએમ માર્કેટના કર્તાહર્તાઓ હરકતમાં આવ્યા હતા.
કમિશ્નરના આદેશ બાદ મનપાના 12 જેટલા અધિકારીઓ સહિતનો કાફલો એસટીએમ માર્કેટ પહોંચ્યો હતો. અધિકારીઓએ કાર્યવાહી કરતા કર્તાહર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આખરે ટેરેસના ભાગને પણ કોમર્શિયલ અને ધંધાકીય ઉપયોગમાં લેવાતા શો-રૂમ દૂર કરવામાં આવ્યું હતુ..પ્રથમ મનપા દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી હતી. જ્યાં નોટિસનો જવાબ ન મળતા આખરે મનપાએ લાલ આંખ કરી સખત કાર્યવાહી કરી હતી.
સુરત મનપા દ્વારા એસટીએમ માર્કેટના કર્તાહર્તાઓને 1 લાખનો દંડ ફટકારી ટેરેસનો ભાગ ખુલ્લો કરવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ સંચાલકોએ શો-રૂમને હટાવી લેવાની બાંહેધરી આપતા વિવાદ થંભ્યો હતો. સમગ્ર વિવાદ અને કાર્યવાહીનો રિપોર્ટ મનપા અધિકારીઓએ મનપા કમિશ્નરને આપ્યો હતો.