સુરત રાજ્યના પતંગરસિયાઓ છેલ્લા એક વર્ષથી જે પર્વની રાહ જોતા હોય છે. તે મકરસંક્રાંતિના પર્વ માટેનું કાઉન્ટડાઉન (8 feet kite makar sankranti 2023) શરૂ થઈ ગયું છે અને બજારમા અવનવી પતંગો પણ જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં હાલ 8 ફૂટની એક એવી પતંગ (Surat kite maker made Kite) તૈયાર કરવામાં આવી છે, જેણે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
પતંગમાં સ્ટોપ રેપનો સંદેશ આ પતંગ પર 'સ્ટોપ રેપ'નો (kite maker made Kite with Stop Rape Message) સંદેશ લખવામાં આવ્યો છે. હાલમાં જ કતારગામ વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના થઈ હતી. ત્યારે હવે લોકોમાં સામાજિક સંદેશ પહોંચાડવા અજય રાણા નામના વ્યક્તિએ આ વિશાળ પતંગ બનાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે.
પતંગમાં ગંભીર પ્રશ્નોને આવરી લેવાયા 8 ફૂટની આ પતંગ જેટલી મોટી છે. તેના કરતાં પણ ગંભીર અને મોટા પ્રશ્નને પોતાની સાથે આવરી લીધું છે. હાલ જે રીતે બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના બની રહી છે. આવી ઘટના ન બને આ સંદેશ સાથે આ પતંગ તૈયાર કરવામાં આવ્યો છે. અજય રાણાએ આ પતંગ તૈયાર (Surat kite maker made Kite) કર્યો છે, જેની ઉપર એક નાની બાળકી દુષ્કર્મીને રોકી રહી હોય તેવું ચિત્ર છે. બીજી તરફ દુષ્કર્મીને ફાંસીની સજા થાય તેવો એક સંદેશ (kite maker made Kite with Stop Rape Message) છે.
પતંગમાં સામાજિક સંદેશ આ અંગે પતંગ બનાવનારા અજય રાણાએ જણાવ્યું હતું કે, પતંગ ચગાવવાની સાથે લોકોને એક ગંભીર મુદ્દે જાગૃત કરવાના લક્ષ્ય સાથે આ પતંગ તૈયાર કર્યો છે હાલમાં જે કતારગામ વિસ્તારમાં બાળકી સાથે જઘન્ય અપરાધ થયું છે અને થોડાક મહિના પહેલા દિલ્હીમાં પણ આવી જ એક ઘટના બની હતી. તેનાથી હું ખૂબ જ આ હતાશ થઈ ગયો હતો. એક સામાજિક સંદેશ જ્યારે (kite maker made Kite with Stop Rape Message) લોકો સુધી પહોંચે આ હેતુથી આ પતંગ (Surat kite maker made Kite) બનાવી છે.
કતારગામમાં 7 વર્ષની બાળકી સાથે થયું હતું દુષ્કર્મ પને જણાવી દઈએ કે, શહેરના કતારગામ વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી. આના કારણે શહેરીજનો રોષે ભરાયા હતા. આરોપીને ફાંસીની સજા થાય આ માટે (makar sankranti 2023) લોકો રોડ પર ઊતરી આવ્યા હતા. આ ઘટનાએ લોકોને આહત કર્યા હતા અને આવી ઘટના ફરીથી ન બને આ માટે સુરતના પતંગ બનાવનાર અજય કુમાર રાણાએ ખાસ પતંગ તૈયાર કરી છે.