સુરત: શહેરના નામાંકિત બિલ્ડર સંજય સુરાના ગ્રુપને ત્યાં ઇન્કમટેક્સ વિભાગના DDI વિંગ દ્વારા સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત શહેરમાં રીંગરોડ વિસ્તાર ખાતે આવેલ યાર્ન મર્ચન્ટ સહિત જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપના ત્યાં DRIના અધિકારીઓએ અલગ અલગ ટીમ બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
15 સ્થળો પર DDI વિંગ દ્વારા સર્ચ ઓપરેશન: સુરાના ગ્રુપ સહિત અન્ય ચાર પેઢીના ત્યાં અલગ અલગ ટીમ બનાવી 15 સ્થળો પર DDI વિંગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં ઘર અને કાર્યાલય સામેલ છે ત્યાં સર્ચ ઓપરેશનની કાર્યવાહી અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ સર્ચ ઓપરેશનમાં આશરે 100થી પણ વધુ અધિકારીઓ જોડાયા છે.
ઉદ્યોગપતિઓમાં ફફડાટ: ઘણાં સમય બાદ આવકવેરા વિભાગ દ્વારા સુરત શહેરના નામાંકિત બિલ્ડર અને અન્ય ઉદ્યોગપતિઓના ગ્રુપના ઓફિસ તેમજ ઘરે સર્ચ ઓપરેશનની કાર્યવાહી શરૂ થતા બિલ્ડર ગ્રુપ તેમજ ઉદ્યોગપતિઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. દિવાળી બાદ સફાળા જાગેલા ઇન્કમટેક્ષના દરોડામાં મોટાપાયે કરચોરી મળે એવી શક્યતા સર્જાઇ રહી છે. પંદર સ્થળે અધિકારીઓની ટીમ સતત સર્ચ ઓપરેશન કરી રહી છે.