ETV Bharat / state

Surat News : કોરોના, લમ્પી અને હવે અશ્વમાં ગ્લેંડર નામનો રોગ, 6 અશ્વોને દયા મૃત્યુ આપ્યા - Lal Darwaja horses Disease of Surat

સુરતના લાલ દરવાજામાં અશ્વ કૂળના પશુઓમાં રોગચાળો જોવા મળ્યો છે. જોકે તંત્રએ તાત્કાલીક તકેદારીના ભાગરૂપે 6 6 અશ્વોને દયા મૃત્યુ આપ્યા છે. આ ઉપરાંત લગ્ન સિઝનમાં માનવને ખાસ સાવચેતી રાખવા પશુપાલન વિભાગના અધિકારીએ જણાવ્યું છે.

Surat News : કોરોના, લમ્પી અને હવે અશ્વમાં ગ્લેંડર નામનો રોગ, 6 અશ્વોને દયા મૃત્યુ આપ્યા

author img

By

Published : Feb 16, 2023, 12:34 PM IST

સુરત : શહેરના લાલ દરવાજા વિસ્તારમાં અશ્વ કૂળના પશુઓમાં ગ્લેંડર નામનો રોગચાળો જોવા મળતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. લાલ દરવાજાથી પાંચ કિલોમીટરના અંતરમાં આવેલા તમામ ઘોડા, ખચ્ચર, ગદર્ભ વગેરે અશ્વકૂળોના પશુઓના નમૂના લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આઠ પશુઓના સેમ્પલ અધિકૃત કરાયેલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં છ જેટલા અશ્વો ગ્લેન્ડર માટે પોઝિટિવ જણાવ્યા હતા. જોકે, પશુપાલન વિભાગ દ્વારા મનપાની ભટાર ડમ્પિંગ સાઈડ પર વૈજ્ઞાનિક ઢબેથી મૃત્યુ આપીને દફનાવી દીધા હતા. બાદમાં સમગ્ર વિસ્તારને રોગમુક્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

અશ્વને દયા મૃત્યુ આપવાના આદેશ : લાલ દરવાજા વિસ્તારમાં અશ્વોમાં ફેલાયેલા રોગ શહેરમાં ન ફેલાય અને નાગરિકોની સુખાકારી માટે અશ્વોને દયામૃત્યુ હુકમ જિલ્લા કલેક્ટર આયુષ ઓકે ભગ્ન હૃદયે કર્યો હતો. અશ્વોમાં ફેલાયેલા રોગને કારણે સમગ્ર લાલ દરવાજા પંથકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. અશ્વમાં ફેલાતો આ રોગ માનવ જાત માટે પણ હાનિકારક છે અને આ રોગ નાગરિકોમાં ન પ્રસરે તેની અગમચેતી વાપરીને ના છૂટકે ભગ્ન હૃદયે જિલ્લા કલેક્ટર આયુષ ઓકે ચેપગ્રસ્ત અશ્વને દયા મૃત્યુ આપવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા.

આ પણ વાંચો : Horse Race : સ્પર્ધામાં 5 કેટેગરીમાં અલગ અલગ રાજ્યના 300 અશ્વ પ્રેમીઓ લીધો ભાગ

મૃતદેહ પર જરૂરી દવા છંટકાવ : જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના સૂત્રો મુજબ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં અશ્વમાં ગ્લેંડર નામનો રોગચાળો જોવા મળતા પશુપાલન વિભાગની ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી. સાવચેતીના પગલા રૂપે લાલ દરવાજા આજુબાજુના પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. એક માસ માટે પ્રતિબંધિત વિસ્તારમાં આ અંગે ચોર્યાસી તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી અને ડિસીઝ કંટ્રોલ લાયઝન અધિકારીએ એક જાહેરનામા દ્વારા કેન્દ્ર સરકારની નોટીફિકેશન The Prevention and Control of infectious and Contagious disease in Animal Act-2009" ChapterIII, Part-20 અન્વયે લાલ દરવાજાથી પાંચ કિ.મીના ત્રિજ્યામાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે.

અશ્વને અંદર બહાર કરવા પ્રતિબંધ : અશ્વ, ગદર્ભ, ખચ્ચર પોની જેવા અશ્વ કુળના પશુઓને આ વિસ્તારમાંથી બહાર લઇ જવા ૫ર અને બહારથી અંદર લાવવા ઉપર પ્રતિબંધ ફ૨માવ્યો હતો. તેમજ શહેર લાલ દરવાજા વિસ્તારમાંથી 8 અશ્વમાંથી લોહીના સેમ્પલ ભારત સરકારની લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી છ અશ્વોમાં ગ્લેંડરના લક્ષણો પોઝીટીવ જાણવા મળ્યા હતા. જેથી The Prevention and Control of infectious and Contagious disease in Animal Act-2009 ChapterIII, Part-20 અનુસાર છ અશ્વને મનપાની ભટાર ડમ્પિંગ સાઈડ પર વૈજ્ઞાનિક પદ્ધતિથી મૃત્યુ આપ્યું હતું. તેમજ મૃતદેહ પર જરૂરી દવા છંટકાવ કરી દફનાવાની કામગીરી પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Ashwa yatra: હમીરજી ગોહિલની શહાદતને યાદ કરતી અશ્વ યાત્રા પહોંચી સોમનાથ

પશુઓને આ વિસ્તારમાં પ્રવેશ પર નિષેધ : પશુપાલન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, રોગની તકેદારી ના પગલાં સ્વરૂપે આ રોગ માટે અસરગ્રસ્ત વિસ્તાર લાલ દરવાજાને ગ્લેંડર રોગ માટે તાલુકા પશુ ચિકિત્સા અધિકારી દ્વારા અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારના સમગ્ર પાંચ કિલોમીટરના ત્રિજ્યામાં આવેલ તમામ ગંધર્વ અશ્વ અને ખચ્ચર વર્ગના પશુઓને બહાર લઈ જવા પર તેમજ બહારથી આવતા ઉપરોક્ત અશ્વ કુળના પશુઓને આ વિસ્તારમાં પ્રવેશ ઉપર નિષેધ ફરમાવવામાં આવ્યા છે. સાથે આ રોગ જીનેટિક પ્રકારનો હોય માનવે પણ સાવચેતી રાખવાની જરૂર છે ,અત્યારે લગ્ન સિઝન ચાલતી હોય માનવને ખાસ સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.