સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં આવેલ પી.પી.સવાણી સ્કુલમાં (PP Savani School of Surat city )આજે પ્રખરતા શોધની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા. એમાંથી કેટલાક વિદ્યાર્થિનીઓ મુસ્લિમ સમાજની હોઇ અને તેઓ પરીક્ષા આપવા માટે બુરખો પહેરીને આવ્યા(Surat Hijab Controversy) હતા. જેથી સામાજિક અને સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આનો વિરોધ કરતા વાતાવરણ તંગ બન્યું હતું. જો કે ઘટનાની જાણ થતાં વરાછા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી કેટલા સામાજિક સંસ્થા અને વિશ્વ હિન્દુ પરિષદના (Opposition by Vishwa Hindu Parishad )કેટલાક કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન (Surat Varachha Police)લઈ ગઈ હતી.
સ્કૂલમાં વિદ્યાર્થીઓ ધાર્મિક ગણવેશ પહેરીને કઈ રીતે આવી શકે?
આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad)દ્વારા એમ કહેવામાં આવ્યું કે હિજાબની જે ઘટના આખા (Surat Hijab Controversy)દેશમાં બની રહી છે. આજે ગુજરાતને પણ સાહીનબાગ તરફથી લઈ જવાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ ધાર્મિક ગણવેશ પહેરીને કઈ રીતે આવી શકે? એ મોટો પ્રશ્નન છે. વિદ્યાર્થીઓ શાળાના ગણવેશમાં આવે તે જ સારું છે. બાકી આ ચાલવામાં આવશે નહીં. આખા ગુજરાતની અંદર આનો વિરોધ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Hijab Row in Rajkot: રાજકોટની મહિલાઓએ કહ્યું, હિજાબ મામલે અમે લડી લેવા તૈયાર
દરેક દીકરીઓ સ્વતંત્ર છે તેઓ પોતાની રીતે ડ્રેસ વગેરે પહેરી શકે
પી. પી. સવાણી સ્કૂલ વરાછા ખાતે અમુક મુસ્લિમ છોકરીઓ હિજાબ આવેલી તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે આ વિરોધ સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈ વિરોધ પણ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો નથી. દરેક દીકરીઓ સ્વતંત્ર છે. તેઓ પોતાની રીતે ડ્રેસ વગેરે પહેરી શકે છે. ગુજરાત સરકાર તરફથી કોઈ પ્રતિબંધ રાખવામાં આવ્યો નથી. સામાજિક લોકલ સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ત્યાં સ્થાનિક પોલીસ પણ પહોંચી કેટલાક લોકોને ડિટેઇન કર્યા હતા. દીકરીઓ શાંતિથી પરીક્ષાઓ આપી રહી છે. આ જે પરીક્ષા હતી એમાં અલગ-અલગ સ્કૂલોમાંથી જ્યાં એમને સેન્ટરો આપવામાં આવે ત્યાં વિદ્યાર્થીઓ આવ્યા હતાં. એટલે હાલ કોઈ સ્કૂલ યુનિફોર્મનો પણ મુદ્દો નથી. આ તદ્દન બિનજરૂરી વિવાદ થયો છે. એમાં સ્કૂલ તરફથી કોઈને રોકવામાં આવ્યાં નથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. દીકરીઓ પરીક્ષા આપી રહી છે ત્યાં પોલીસ પ્રોટેકશન પણ મુકવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Surat Hijab Controversy: સુરતમાં પરીક્ષામાં વિદ્યાર્થિનીઓ બુરખો પહેરીને આવતાં થયો હોબાળો, 12 લોકોની અટકાયત