સુરત શહેર હવે સ્પોર્ટ્સ એક્ટિવિટી ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. સુરતની એવી અનેક પ્રતિભાવ છે કે જેઓ પોતાના પ્રદર્શનથી સુરત અને ગુજરાત જ નહીં પણ ભારતનું નામ પણ વૈશ્વિક સ્તરે ગૌરવનું કરી રહ્યા છે. સુરતના સૌરભ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર મીના વાંકાવાલાની આગામી 6 ઓક્ટોબરના (Dr Mina selection for the Iron Man World Championship)રોજ અમેરિકાના હવાઈ ખાતે આયોજીત આયર્ન મેન વર્લ્ડ ચેમ્પિયનશિપ (Ironman World Championship)માટે પસંદગી કરવામાં આવી છે.
ભારતમાંથી ક્વાલિફાય થનાર પ્રથમ મહિલા આ ગેમ ખૂબ જ કઠિન ગણાતી આ ટ્રાઈક્લોન સ્પર્ધામાં તેઓ એક જ દિવસમાં ચાર કિલોમીટર સ્વિમિંગ ,180 km સાયકલિંગ અને 42 કિલોમીટર રનીંગ (Dr Mina selection for Iron Man World Championship)કરશે. જોકે ડૉ.મીના વાંકાવાલા આ સ્પર્ધા માટે ભારતમાંથી ક્વાલિફાય થનાર પ્રથમ મહિલા છે. ડો.મીના વાંકાવાલા સુરતમાં છેલ્લા 25 વર્ષથી ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. જ્યારે તેમના પિત ડૉ.નૈનેશ વાંકાવલા ઓર્થોપેડિક સર્જન છે. આ ડોક્ટર દંપત્તિ સ્પોર્ટ્સ પ્રત્યે ઘણો લગાવો ધરાવે છે. ડૉ.નૈનેશ વાંકાવાલા અને ડૉ.મીના વાંકાવાલા વર્ષ 2010 થી અલગ અલગ મેરાથોન દોડમાં ભાગ લઈ રહ્યા છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ આ ટાસ્ક પૂર્ણ વાની આશા ડોક્ટર મીના વાંકાવાલાએ વ્યક્ત કરી છે.
આ ત્રણેય ઇવેન્ટ ગેમ 16 કલાકની અંદર પૂર્ણ કરવાની મારી ઉંમર 54 વર્ષ ની છે.2022માં આસ્થાના કાઝસ્તીતાનમાં એક ઇવેન્ટ થઈ હતી. જેનું નામ છે પુલ આયેન મેન એમાં 4 કિલોમીટર દરિયામાં સ્વિમિંગ કરવાનું હતું. ત્યારબાદ એમને 180 km સાયકલિંગ કરવી હતી. ત્યારબાદ 42 કિલોમીટર રનિંગ કરવાની હતી. આ ત્રણેય ઇવેન્ટ ગેમ 16 કલાકની અંદર પૂર્ણ કરવાની હોય છે. પરંતુ આ ત્રણે ઇવેન્ટ ગેમ મેં 14 કલાકની અંદર પૂર્ણ કરી હતી. જેના કારણે મેં મારા ગ્રુપમાં ફર્સ્ટ ક્રમે આવી હતી. તેના કારણે મારી પસંદગી કરવામાં આવી છે.
સાયકલિંગ ડુંગરો પર કરવાની વધુમાં જણાવ્યું કે, દરેક સ્પોર્ટ્સમાં એક ઓલમ્પિક હોય છે તે રીતે સાથેથલોન માટે આયર્ન મેન માં એક વર્ષમાં એક વખત કરવામાં આવે છે. આ ગેમમાં દરેક દેશના વિજેતાઓ ત્યાં જઈને ભાગ લે છે. આ ગેમમાં જે સ્વિમિંગ કરવાની હોય છે. તે દરિયામાં કરવાની હોય છે. પરંતુ ત્યાંનો દરિયો ખૂબ જ ઉછળ કૂદ કરતો દરિયો છે. તે ઉપરાંત જે સાયકલિંગ કરવાની હોય છે તે ડુંગરો ઉપર કરવાની હોય છે. મહત્વની વાત એ છે કે ત્યાં ગરમી ખૂબ જ પડે છે. ત્યાં 45 ડિગ્રી ગરમી હોય છે. આવી પરિસ્થિતિમાં અમને આ ઇવેન્ટ કરવાની હોય છે.