સુરત : હીરા નગરી સુરતમાં બે દિવસ પહેલા કોઈ બેશકિમતી વસ્તુ નહીં, પરંતુ લસણની ચોરી થઈ હતી. લિંબાયત વિસ્તારમાં લસણની ચોરી થતાં જ પોલીસ પણ હરકતમાં આવી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે બે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. લસણના ભાવ વધતા આરોપીઓ રીક્ષા લઈને આવ્યા હતા અને 836 કિલો લસણની ચોરી કરી હતી. પોલીસે ચોરાયેલા લસણને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લસણની ચોરી : સુરત શહેરમાં અવારનવાર સોના, ચાંદી અને ડાયમંડ ચોરીની ઘટના સામે આવતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી બટેકા, ટામેટા અને ત્યારબાદ લસણની ચોરીની ઘટના સામે આવતા આજે પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ છે. બે દિવસ પહેલા લિંબાયત વિસ્તારના શિવદર્શન સોસાયટીમાં રહેતા સુમનબેન પવારે ફરિયાદ નોંધાવી હતી કે તેમના 836 કિલો લસણની ચોરી થઈ છે. સુમનબેન પવાર હોલસેલ માર્કેટમાંથી 836 કિલો લસણની ખરીદી કરી હતી અને તેઓ લસણનો વેપાર કરે છે. પોલીસ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે, 25 જુલાઈના રોજ રાત્રે 3:00 વાગ્યાના અરસામાં ચાર જેટલા અજાણ્યા શખ્સો રીક્ષા અને ટેમ્પો લઈને આવ્યા હતા અને ત્યારબાદ લસણની તમામ ગુણીઓ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા.
અમને ફરિયાદ મળી હતી કે ચાર જેટલા શખ્સો લસણની ગુણો ચોરી કરી ફરાર થઈ ગયા છે. CCTV ફૂટેજના આધારે અમે બે લોકોની ધરપકડ કરી છે. આ લોકો લસણની ચોરી કરવા માટે ટેમ્પો અને રીક્ષાથી આવ્યા હતા. આજે રીતે લસણના ભાવ વધ્યા છે. તેના જ કારણે આ લોકોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યા હતા. જોકે આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી છે. - એસ.બી. પઢેરિયા (PI)
31 ગુણ લસણની ચોરી : આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી હતી. આ ફૂટેજના આધારે લિંબાયત પોલીસે લસણ ચોરો સુધી પહોંચી હતી. લિંબાયત પોલીસે લસણ ચોરીની ઘટનામાં ગોવિંદ ચુનારા તેમજ રાજકુમાર આહીર નામના બે લોકોની ધરપકડ કરી છે. સુમનબેન લસણ બજારમાં વેચે તે પહેલા આ ચોરોએ લસણ ચોરી નાસી ગયા હતા. 31 ગુણ લસણની ચોરીની ઘટનામાં બે આરોપીઓની ધરપકડ બાદ અન્ય બે આરોપીઓની શોધખોળ પોલીસ કરી રહી છે.
- Gir Somnath Crime : ભીખમાં એક રૂપિયો આપતા પહેલા થઈ જજો સાવધાન, સંપત્તિની થઈ શકે છે ચોરી, ચોંકાવનારો કિસ્સો
- MP News: સોનાના સિક્કા મળ્યા મજૂરોને અને ચોરી ગઇ પોલીસ, જ્યોર્જ પંચમના સોનાના સિક્કાની રહસ્યમય કહાણી
- Surat Vegetable Thief : સાવધાન ! સુરતમાં શાકભાજી ચોરનો ત્રાસ યથાવત, લાખો રુપિયાનું લસણ ચોરાયું