રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સુરતની મુલાકાતે છે. શિવાનંદ ઝાએ દક્ષિણ ગુજરાતના તમામ પોલીસ અધિકારીઓ સાથે સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે બેઠક યોજી હતી.
બેઠક બાદ યોજી પત્રકાર પરિષદ સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે તક્ષશિલા મામલે પોલીસ કડક તપાસ કરશે. સુરત સીટી અને સુરત રેન્જમાં તપાસ માટે આવ્યા હતા નોટ રીડિંગ માટે આવ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં દારૂની બંદીને નાથવા માટે કડક પગલા લેવામાં આવશે. દમણના વોન્ટેડ બુટલેગરો સામે ગાળિયો કસવામાં આવશે સંપત્તિ જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરશે.
કસ્ટડીયાલ ડેથના બનાવ અંગે તેઓએ જણાવ્યું હતું કે ખટોદરા કસ્ટડીયલ ડેથ બનાવ કમ નસીબ બનાવ છે. સીપી સાથે વાત થઈ છે આ મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જુદી-જુદી ટિમો બનાવીને આરોપી પોલીસ કર્મીઓને ઝડપી પાડવા કામગીરી કરવામાં આવશે. સુરતમાં ક્રાઇમની બાબતે પણ ચર્ચા થઇ હતી.
સાથે DGP ઝા એ જણાવ્યું હતું કે,શહેરમાં નાની બાળકી સાથે થતા બનાવોને લઈ પગલાં ભરવા માટે આદેશ આપ્યા છે.