- તહેવારો બાદ કોરોના સંક્રમણમાં વધારો
- રાજ્યમાં સરેરાશ 88 કેસનો વધારો થયો
- કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા અપીલ
સુરત : શહેરમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. દિવાળીના તહેવાર બાદ કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં ફાયરના ઓફિસર્સ દ્વારા લાઉડ સ્પીકરના માધ્યમથી લોકોને તકેદારી રાખવા તેમજ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા માટેની અપીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદ રાજ્યમાં સરેરાશ 88 કેસનો વધારો થયો છે.
લાઉડ સ્પીકર દ્વારા લોકોને અપીલ
દિવાળીના તહેવારમાં લોકોના ટોળા જોવા મળ્યા હતા, જે કારણે ફરી એકવાર કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે તંત્ર દોડતું થયું છે. સુરત મહાનગર પાલિકા તેમજ ફાયરના અધિકારીઓ પણ જનજાગૃતિ અભિયાનમાં જોડાયા છે. જેમાં સુરત ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં લાઉડ સ્પીકર દ્વારા લોકોને કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપાલનની અપીલ કરવામાં આવી રહી છે
સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક માટે કરાયો અનુરોધ
ફાયર વિભાગના અધિકારીઓ લોકોને અપીલ કરી રહ્યા છે કે, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, માસ્ક પહેંરો, કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરો.
રાજ્યમાં છેલ્લા 6 દિવસ(14-19 નવેમ્બર) સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસ
- 14 નવેમ્બર - 1124 કેસ + 6 મૃત્યુ
- 15 નવેમ્બર - 1070 કેસ + 6 મૃત્યુ
- 16 નવેમ્બર - 926 કેસ + 5 મૃત્યુ
- 17 નવેમ્બર - 1125 કેસ + 7 મૃત્યુ
- 18 નવેમ્બર - 1281 કેસ + 8 મૃત્યુ
- 19 નવેમ્બર - 1340 કેસ + 7 મૃત્યુ
- કુલ 6 દિવસમાં 6866 કેસ નોંધાયા
રાજ્યમાં 8થી 13 નવેમ્બર સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસ
- 13 નવેમ્બર - 1152 કેસ + 6 મૃત્યુ
- 12 નવેમ્બર - 1020 કેસ + 6 મૃત્યુ
- 11 નવેમ્બર - 1125 કેસ + 6 મૃત્યુ
- 10 નવેમ્બર - 1049 કેસ + 5 મૃત્યુ
- 9 નવેમ્બર - 971 કેસ + 5 મૃત્યુ
- 8 નવેમ્બર - 1020 કેસ + 7 મૃત્યુ
- કુલ 6 દિવસ દરમિયાન 6337 કેસ નોંધાયા