સુરત: જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસે શિક્ષણ અધિકારી દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. શિક્ષણ અધિકારીની ઓફિસે મોટી સંખ્યામાં લોકો કામ અર્થે આવતા હોય છે. લોકોને અહી ઘણો સમય પણ પસાર કરવો પડતો હોય છે. ત્યારે અહી આવનાર મુલાકાતીઓ માટે એક ખાસ ઈ લાયબ્રેરી બનાવવામાં આવી છે.
સમયનો સદુપયોગ: સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની ઑફિસ ખાતે ઈ લાયબ્રેરી શરુ કરવામાં આવી છે જ્યાં મુલાકાતીઓ મોબાઈલમાં કયુઆર કોડ સ્કેન કરીને પુસ્તકો વાંચી શકે છે. ચેમ્બર પાસે વિવિધ પુસ્તકોના કયુઆર કોડ લગાડવામાં આવ્યા છે. આ કયુઆર કોડ મોબાઈલમાં સ્કેન કરીને વ્યક્તિ પુસ્તકો વાંચી શકે છે. જેથી મુલાકાતી ઓનો સમય પણ પસાર થાય અને તેના જ્ઞાનમાં પણ વધારો થાય. તેમાં ગુજરાતની લોક સંસ્કૃતિ જેવા વિવિધ વિષયોની 63 બુક્સના કયુઆર કોડ અહી લગાડવામાં આવ્યા છે. આવનારા સમયમાં વધુ લોક ઉપયોગી નીવડે તેવી બુક્સના કયુઆર કોડ પણ અહી લગાડવામાં આવશે.
" અહીં મેં જિલ્લા શિક્ષણ અધિકારી ચાર્જ લીધો તે પછી મેં જોયું કે ઘણા મુલાકાતીઓ અહીં આવે છે. અને ઘણો બધો સમય પસાર કરે છે. જો મુલાકાતીઓને કોઈ બુક મળી જાય તો એ વચ્ચે અને સમય પસાર થાય તો તેમને ખબર નહિ પડે અને એમનું કામ પણ થઇ જાય જેના માટે અમે અહીં દિવાલ ઉપર 63 બૂક્સ લગાવી છે. જેનો ક્યુઆર કોડ લગવામાં આવ્યો છે." - ડો.દિપક દરજી, સુરત જિલ્લા શિક્ષણ અધિકારી
" આજે દરેક પાસે ફોન તો હોય જ છે. એટલે લગાવામાં આવેલ ક્યુઆર કોડ મોબાઈલમાં સ્કેન કરી અને એ બૂક્સ પોતાના જોડે આખી બૂક્સ ને લઈ શકે છે.અને વાંચી શકે છે.એટલે એ સમય મુલાકાતી ઓનો સમય પસાર પણ થશે તે સાથે તેમને જ્ઞાન પણ મળશે.હાલ 63 બૂક્સ છે.આવનારા સમયમાં વધુ લોક ઉપયોગી નીવડે તેવી બુક્સના કયુઆર કોડ પણ અહી લગાડવામાં આવશે. " - ડો.દિપક દરજી, સુરત જિલ્લા શિક્ષણ અધિકારી