ETV Bharat / state

Surat Drugs Crime : સુરતના સુવાલી બીચ પર ત્રીજીવાર પકડાયું કરોડોની કિમતનું અફઘાની ચરસ, માછીમાર વેચવા જતાં પકડાયો

નશો નોંતરે નાશ એવા સૂત્ર ફક્ત દીવાલો પર રહી ગયાં હોય તેમ છાશવારે નશીલા પદાર્થ પકડાવાની ઘટનાઓ બની રહી છે. પોલીસ અને પ્રશાસન દ્વારા આ ગુનાને ડામવા જે પ્રયત્ન થાય છે, પણ ખૂબ ચિંતાજનક બાબત છે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો નશાના માર્ગે છે. કારણ કે સુરત સુવાલી બીચ પર ત્રીજીવાર 15.50 કરોડથી પણ વધુ કિમતનું અફઘાની ચરસ પકડવામાં આવ્યું છે.

Surat Drugs Crime : સુરતના સુવાલી બીચ પર ત્રીજીવાર પકડાયું કરોડોની કિમતનું અફઘાની ચરસ, માછીમાર વેચવા જતાં પકડાયો
Surat Drugs Crime : સુરતના સુવાલી બીચ પર ત્રીજીવાર પકડાયું કરોડોની કિમતનું અફઘાની ચરસ, માછીમાર વેચવા જતાં પકડાયો
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 9:47 PM IST

એક આરોપીની ધરપકડ

સુરત : સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સતત ત્રીજીવાર સુવાલી બીચ પરથી મળી આવેલ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ત્રીજીવાર 6.56 કરોડનું અફઘાની ચરસ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ અગાઉ બે વખત પણ કરોડો રૂપિયાનું અફઘાની ચરસ સુવાલી બીચ પરથી મળી આવેલું હતું. નશીલા પદાર્થ પકડાવાની ઘટનાઓમાં આવેલો વધારો પોલીસ માટે પડકાર બની રહ્યો છે.

15.50 કરોડથી વધુ કિંમત : સૌથી અગત્યની વાત છે કે આ અફઘાની ચરસ સુવાલી બીચ પર બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. જે ત્યાંના લોકોને મળતા આ ચરસ વેચવાની લાલચ તેમના અંદર જાગી હતી અને તેઓ પોલીસના ગિરફતમાં આવી ગયા છે. ત્રણવારમાં પોલીસે સુવાલી બીચ પાસેથી બિનવારસી 15.50 કરોડથી પણ વધુ અફઘાની ચરસ જપ્ત કર્યાં છે.

શહેરના દામકા ગામ પાસેથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી 6.56 કરોડ રૂપિયાનો 13.12 કિલો ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી જીતેન્દ્ર દરિયાકિનારે માછીમારીનું કામ કરે છે તે દરમિયાન તેને સુવાલી બીચ પરથી બિનવારસી 13.12 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ ચરસ તે લાલચમાં આવીને વેચવા માટે ચોરીછુપેથી જઈ રહ્યો હતો અને તે સમયે જ પોલીસે ઝડપી પાડ્યો હતો...રુપલ સોલંકી (ડીસીપી. ક્રાઇમ બ્રાન્ચ)

માછીમાર પાસેથી 6.56 કરોડનું ચરસ પકડાયું : સુવાલી બીચ પરથી ચરસનો કેટલો મોટો જથ્થો મળી આવ્યો હશે આ અંગેની વાત આ બાબતથી સ્પષ્ટ થાય છે કે ત્યાં મળી આવેલા બિનવારસી ચરસ ત્રીજી વાર પોલીસે જપ્ત કર્યું છે. હાલ કોસ્ટલ વિસ્તારથી અફઘાની ચરસ ગુજરાતમાં મોકલવામાં આવી રહ્યું છે. સુરત પોલીસે ત્રીજીવાર અફઘાની ચરસનો જથ્થો જપ્ત કર્યો છે અને સૌથી અગત્યની વાત છે કે અગાઉ પણ જે અફઘાની ચરસ બે વખત પોલીસે જપ્ત કર્યું હતું તે સુવાલી બીચ પરથી મળી આવ્યું હતું. આ વખતે સુરત ક્રાઈમ બ્રાન્ચે એક માછીમારને 6.56 કરોડના ચરસ સાથે ઝડપી પાડ્યા છે.

સુરત પોલીસે એટીએસને જાણકારી આપી : તારીખ 24 જુલાઈના રોજ સુવાલી બીચ નજીક સુરત પોલીસને 9 કિલોગ્રામ અફઘાની ચરસ જેની કુલ કિંમત 4.50 કરોડ રૂપિયા છે તે બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. આ સમગ્ર મામલે સુરત પોલીસે એટીએસને જાણકારી આપી હતી જેની તપાસ હાલ ચાલી રહી છે. અનુમાન છે કે આ ચરસનો જથ્થો અફઘાનિસ્તાનથી દરિયાઈ માર્ગે સુરતના દરિયાકાંઠે મોકલવામાં આવ્યું હતું.

મિત્રોને બિનવારસી ચરસ મળ્યું હતું : જ્યારે 22 સપ્ટેમ્બરના રોજ પોલીસે જણાવ્યું હતું કે બે મિત્રો સુવાલી બીચ પર ફરવા ગયા હતા અને તેઓને ત્યાં બિનવારસી ચરસનો જથ્થો મળ્યો હતો. જેને તેઓ ડ્રગ્સ પેડલરના માધ્યમથી વેચવા જઈ રહ્યા હતાં અને પોલીસને આ અંગેની જાણકારી મળી હતી. પોલીસે બંને મિત્રો અને ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી આઠ કિલો ચરસ કે જેની કિંમત 4.15 કરોડ જેટલી છે તે જપ્ત કરાયું હતું. સૌથી અગત્યની વાત છે કે આ બંને મિત્રોને પણ સુવાલી બીચ પરથી બિનવારસી ચરસ મળી આવ્યું હતું. ત્યારે પોલીસે ફરી એક વખત સુવાલી બીચ પરથી મળી આવેલ બિનવારસી ચરસના જથ્થાને વેચવા માટે નીકળેલા માછીમારને ઝડપી પાડ્યા છે.

  1. Surat Crime News: બિનવારસી ચરસ વેચી પૈસા કમાવવાની લાલચે સુરતના બે યુવકોને જેલભેગા કર્યા
  2. Drugs Crime : એનડીપીએસ ગુનામાં લાજપોર જેલની અંદરથી મોબાઇલ મારફતે આંતરરાજ્ય ડ્રગ્સ કૌભાંડ ચલાવતા શાતિર કેદીનો પર્દાફાશ
  3. Drugs Crime in Surat : રાજસ્થાનથી સુરત અફીણ મંગાવતા હતાં પિતાપુત્ર, 1014 ગ્રામ અફીણનો જથ્થો જપ્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.