ETV Bharat / state

Surat Drink And Drive: ટલ્લી ડ્રાઇવરે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા, કારને મારી ટક્કર - Drink And Drive

સુરતમાં ગઈકાલે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના સામે આવી છે. રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલના બસ ચાલકે એક કારને પાછળથી અડફેટે લેતા ભારે હોબાળો થયો હતો. જોકે, જ્યારે બસને રોકીને ડ્રાઈવરને નીચે ઉતાર્યો તો તે નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. આ બનાવ અંગે સિંગણપોર પોલીસે બસ જમા લઈ બસ ચાલક વિરુદ્ધ કાયદાકીય તપાસ હાથ ધરી છે.

ટલ્લી ડ્રાઇવરે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા

author img

By

Published : Jul 13, 2023, 2:08 PM IST

સુરત : શહેરમાં સ્કૂલના બસ ચાલકે નશાની હાલતમાં એક કારને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. શહેરના ડભોલી ચાર રસ્તા નજીક રાંદેર ઉગતની રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલના બસ ચાલકે એક કારને પાછળથી અડફેટે લેતા બસમાં હાજર વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા. બસ ચાલકે કારને અડફેટે લીધા બાદ પણ બસને રોકી નહોતી. જોકે, કારચાલકે બસનો પીછો કરી તેને પકડી પડ્યો હતો. ઉલ્લેખનિય છે કે, બસ ડ્રાઈવર નશાની હાલતમાં હતો. કાર ચાલકે તાત્કાલિક પોલીસમાં આ અંગે જાણ કરી હતી. આ મામલે સિંગણપોર પોલીસે બસ જમા લઈ બસ ચાલક વિરુદ્ધ કાયદાકીય તપાસ હાથ ધરી છે.

બેદરકાર ડ્રાઈવર : શહેરમાં અગાઉ પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સા બન્યા છે. પરંતુ સ્કૂલ બસના ચાલક જ્યારે નશાની હાલતમાં બસ ચલાવી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકે છે તે ખૂબ જ ગંભીર બાબત છે. રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલની બસના ડ્રાઈવરના બેફામ ડ્રાઇવિંગના કારણે બાળકોની સુરક્ષા જોખમાઈ હતી. બસચાલકે એક કારને અડફેટે લીધી હતી. ત્યારબાદ પણ બસ થંબાવવાની જગ્યાએ ડ્રાઈવરે બસ બેદરકારીપૂર્વક ચલાવ્યા કરી હતી. જોકે, કારચાલકે બાદમાં બસનો પીછો કરી બસ રોકાવી હતી. જ્યારે ડ્રાઈવરને નીચે ઉતારવામાં આવ્યો ત્યારે તે નશામાં હોવાનું જણાયું હતું. કારચાલકે આ અંગે પોલીસને જાણ કરી હતી.

કારચાલકે બસનો પીછો કર્યો : આ બનાવ અંગે કાર ચાલાક અરુણે જણાવ્યું હતું કે, આ ઘટના ગઈકાલે સાંજે બની હતી. હું મારી સ્વીફ્ટ કાર લઈ ડભોલીથી વરાછા જવા નીકળ્યો હતો. જ્યાં બાજુમાં BRTS રૂટ ઉપર સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી બસે મારી સ્વીફ્ટ કારને પાછળથી ટક્કર મારી હતી. બસચાલકે કારને અડફેટે લઇ બસ દોડાવી હતી. જોકે, મેં વરાછા બેક સુધી બસનો પીછો કર્યો ત્યારે તે બસને રોકવા મજબુર બન્યો હતો.

આ ઘટના ગઈકાલે બની હતી. જેમાં સ્કૂલ બસ નંબર GJ05BT5521 ચાલક આરોપી દિનેશ મગન પટેલ છે. જેઓ ફરિયાદી કારચાલકને પાછળથી ટક્કર મારી ફરાર થઇ ગયા હતા. જેથી કાર ચાલક અરુણે તેનો પીછો કરીને તેને અટકાવ્યો હતો. ડ્રાઇવરના મોં માંથી દારૂની દુર્ગંધ આવતા પોલીસને જાણ કરી હતી. બસમાં ધોરણ 4 અને 5 ના 35 જેટલાં વિદ્યાર્થીઓ બેઠા હતા. હાલ આ મામલે બસને જમા કરી બસચાલક દિનેશ મગન પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.-- અશોક ડામોર (પોલીસ કોન્સ્ટેબલ, સિંગણપોર પોલીસ સ્ટેશન)

ડ્રાઈવરની શંકાસ્પદ હાલત : કારચાલકે વધુમાં જણાવ્યું હતું કે, બસમાં ધોરણ 4-5 ના વિદ્યાર્થીઓ હતા. ઘટનાની જાણ કરવા શાળામાં સંપર્ક કરવાની કોશિશ કરતા કોઈએ ફોન ઉપાડ્યો નહતો. આ ઘટનાની જાણ થતા જ વાલીઓ ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ ડ્રાઇવરને ઠપકો આપતા હતા ત્યારે તેના મોઢામાંથી દારૂની દુર્ગંધ આવતી હતી. જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. એટલું જ નહીં પણ વિદ્યાર્થીઓને બસમાંથી ઉતારી વાલીઓ જ બસ અને તેના ચાલકને સિંગણપોર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

  1. સુરત ડિન્ક એન્ડ ડ્રાઇવ કેસ: મૃતક યુવતીને ન્યાય અપાવવા માટે આવેદનપત્ર અપાયું
  2. Surat News: ટ્રેક ન કરી શકે એવી એપ્લિકેશન રાખનારા બાંગ્લાદેશીને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.