ETV Bharat / state

Surat Crime : પિતાના નામ પર દીકરાએ પાણી ફેરવ્યું, હીરાની છેતરપિંડીમાં ઝડપાયો

સુરત પોલીસે 8 કરોડના હીરાની છેતરપિડીં મામલે આરોપી હીરા દલાલ શખ્સની સુરેન્દ્રનગર ખાતેથી ઝડપી પાડ્યો છે. પિતા હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી પુત્રએ વેપારીઓને વિશ્વાસમાં લઈને હીરા લઈને છુમંતર થઈ ગયો હતો. (diamond Fraud case in Surat)

Surat Crime : પિતાના નામ પર પાણી ફેરવતો દીકરો, કરોડો રૂપિયાની હીરાની છેતરપિંડીમાં ઝડપાયો

author img

By

Published : Jan 30, 2023, 2:26 PM IST

સુરતમાં 8 કરોડના હીરાની છેતરપિંડી મામલે પોલીસે આરોપી ઝડપી પાડ્યો

સુરત : શહેરમાં અનેક વખત છેતરપીંડીની ઘટના સામે આવતી હોય છે, અવારનવાર લોકોને લાલચ આપી છેતરી લેવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં એક હીરા દલાલે 32 જેટલા વેપારીઓના કરોડોના હીરા લઈ રફુચક્કર થઈ જવાની ઘટના સામે આવી છે. જોકે આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

આરોપી હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો : પોલીસે આરોપી મહાવીર ઈશ્વરદાસ અગ્રાવતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી છેલ્લા ઘણા સમયથી હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેમના પિતા પણ હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા જેથી તેમના પુત્ર મહાવીરે આસાનીથી હીરા વેપારીઓને ભરોસો થઈ ગયો હતો. જેને લઈને આરોપી મહાવીરે અલગ અલગ 32 જેટલા વેપારીઓને વિશ્વાસ લઈ ઊંચા ભાવે હીરા વહેંચી આપવાની લાલચ આપી અંદાજે 7, 86, 81, 264 રૂપિયાના હીરાના પેકેટ મેળવી લીધા હતા. હીરા આવી ગયા બાદ એકાએક મહાવીર ગાયબ થઈ ગયો હતો. થોડા દિવસ વેપારીઓએ રાહ જોયા બાદ મહાવીર ન દેખાતા વેપારીઓએ વરાછા પોલીસ મથકમાં મહાવીર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ પણ વાંચો : Ahmedabad Crime News : આધાર કાર્ડ ફોર્મમાં મહિલા કાઉન્સીલરના નકલી સહી સિક્કા કરી આપનારી મહિલાને પોલીસે ઝડપી પાડી

બે દિવસ પહેલા પણ આ પ્રકારનો ગુનો : આ મામલે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમારે જણાવ્યું કે, સુરત ડાયમંડ વેપાર માટે સૌથી મોટું કેન્દ્ર છે. ડાયમંડના વેપારમાં કેટલાક બ્રોકરો દ્વારા વેપારીઓનો વિશ્વાસ મેળવીને તેમને દુરુપયોગ કરતા હોય છે. આજ પ્રકારનો કેસ 27 તારીખના રોજ એટલે કે બે દિવસ પહેલા વરાછા પોલીસ સ્ટેશનમાં આ પ્રકારનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં એક હીરા દલાલ જેમનું નામ મહાવીર ઈશ્વરદાસ અગ્રાવતે કેટલાક વેપારીઓ પાસેથી હીરા લઈને તેના સારી કિંમત અપાવશે આવી રીતે વાત કરીને માલ લઈને પોતાના ઘરે જતો રહ્યો હતો.

કેવી રીતે પકડ્યો : વધુમાં જણાવ્યું કે, આરોપી ઘરે ગયા બાદ સમાન લઈને ઘર બંધ કરીને પોતાનો ફોન બંધ કરીને પોતાના સાળીને ફોન આપીને કહ્યું હતું કે, ફોનને ફોર્મેટ મારી દેજો એમ કહીને આરોપી જતો રહ્યો હતો. વેપારીઓ દ્વારા આ શખ્સ પર શંકા જતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી હતી.

આ પણ વાંચો : Ahmedabad Crime: છેતરપીંડીના અનેક ગુનાનો નિકાલ, વેપારીઓને કરોડો રૂપિયા મળ્યા પરત

કરોડો રૂપિયાનો માલ જપ્ત : એક ટીમ સુરેન્દ્રનગર ખાતે મોકલવામાં આવી હતી. ત્યાંથી પોલીસે આરોપીના મામા સસરાને ત્યાંથી આ હીરા દલાલની ધરપકડ કરી સુરત લઈ આવી હતી. પોલીસને આ આરોપી પાસેથી કુલ 7,86,81,264 રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવાને કારણે પોલીસને આ કેસમાં સફળતા મળી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.